April 22, 2026

રેશન દુકાનદારોનો બળવો: પડતર માંગણીઓ ન ઉકેલાતા નવેમ્બરથી વિતરણ બંધ કરવાની ચીમકી

0
રેશન દુકાનદારોનો બળવો

રેશન દુકાનદારોનો બળવો

રેશન દુકાનદારોનો બળવો; કાંકરેજ, ભાભર અને ધાનેરા તાલુકાના ફેર પ્રાઇઝ શોપ એસોસિયેશન દ્વારા લાંબા સમયથી બાકી પડતર માંગણીઓ અંગે સરકારનો કોઈ સંતોષકારક પ્રતિસાદ ન મળતાં મામલતદારને આવેદનપત્ર આપી અસહકાર આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. એસોસિયેશનના દુકાનદારોનું કહેવું છે કે જો નવેમ્બર પહેલા તેમની માગણીઓ પર યોગ્ય નિર્ણય નહીં લેવાય તો નવેમ્બર 2025 માસનો રેશન જથ્થો ભરવામાં નહીં આવે અને 1 નવેમ્બરથી વિતરણ બંધ રાખવામાં આવશે.

રેશન દુકાનદારોનો બળવો

રેશન દુકાનદારોનો બળવો

શિહોરી ખાતે યોજાયેલી બેઠકમાં ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિયેશનના ઉપપ્રમુખ પ્રવિણસિંહ વાઘેલા તથા ઓગડ એસોસિયેશનના પ્રમુખ વલકેશભાઈ ચૌધરીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં દુકાનદારો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એકમતથી સરકાર સામે કડક વલણ અપનાવવાનું નક્કી કર્યું.

ધાનેરા એસોસિયેશનના પ્રમુખ કાંતિલાલભાઈ અને ઉપપ્રમુખ પાબુસિંહએ જણાવ્યું હતું કે, દુકાનદારો વર્ષોથી સરકાર સમક્ષ તેમની સમસ્યાઓ અને માગણીઓ રજૂ કરી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈ ઠોસ નિર્ણય લેવાયો નથી. “જો સરકાર તાત્કાલિક પગલાં નહીં ભરે, તો અમારે વિતરણ બંધ કરવાની ફરજ પડશે,” એમ તેમણે ચેતવણી આપી હતી.

એસોસિયેશનની મુખ્ય માગણીઓ

દુકાનદારો દ્વારા રજૂ કરાયેલી મુખ્ય માગણીઓ નીચે મુજબ છે:

  1. રેશન દુકાનદારોની કમિશનમાં વધારો કરવામાં આવે.
  2. ઈ-પ્રોફાઇલ સિસ્ટમમાં સહાયકનો ઉમેરો કરવા માટે તક આપવામાં આવે.
  3. સિંગલ ફિંગર પ્રિન્ટ દ્વારા બન્ને બિલો તૈયાર કરવાની સુવિધા આપવામાં આવે.
  4. સમિતિના સભ્યોના 80 ટકા બાયોમેટ્રિક વેરિફિકેશનના નિયમને રદ કરવામાં આવે.
  5. દુકાનદારોને મળતી કમિશનની સમયસર ચુકવણી કરવામાં આવે.

દુકાનદારોનું કહેવું છે કે આ તમામ માગણીઓ યોગ્ય અને વ્યવહારુ છે, છતાં સરકાર દ્વારા યોગ્ય પ્રતિસાદ મળતો નથી. પરિણામે, તેઓ આંદોલનના માર્ગે ઉતર્યા છે.

જો આંદોલન લાંબું ચાલશે તો જિલ્લાભરના હજારો રેશનકાર્ડ ધારકોને નવેમ્બર માસમાં સરકારી અનાજ ન મળવાની શક્યતા ઊભી થઈ શકે છે.

મામલતદારને આપવામાં આવેલા આવેદનપત્રમાં એસોસિયેશનના પ્રતિનિધિઓએ સ્પષ્ટ લખ્યું છે કે તેમની માગણીઓનો ઉકેલ ન આવે ત્યાં સુધી તેઓ વિતરણ કાર્યમાં સહકાર આપશે નહીં.

રેશન દુકાનદારોનો બળવો, ફેર પ્રાઇઝ શોપ એસોસિયેશનના આંદોલનને કારણે સામાન્ય જનતાને મુશ્કેલી ન પડે તે માટે સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરી દુકાનદારોની વાજબી માગણીઓ પર સકારાત્મક નિર્ણય લે તેવી માંગણી દુકાનદારો દ્વારા કરવામાં આવી છે.

વોટ્સએપ ચેનલઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed