ગામે ગામ સહાયની શરૂઆત: હવે VC ભરશે ફોર્મ, 20 દિવસમાં ખેડૂતોના ખાતામાં આવશે રાહત રકમ
ખેડૂતોના ખાતામાં આવશે રાહત રકમ વાવ-થરાદ, પાટણ અને કચ્છના પૂરગ્રસ્ત ખેડૂતો માટે મોટી ખુશખબર, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ થરાદના લોરવાડા ગામમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. હવે પૂરથી અસરગ્રસ્ત ખેડૂતોને પાક નુકસાનની સહાય મેળવવા માટે ગામ છોડવાની જરૂર નહીં પડે — કારણ કે ફોર્મ ભરવાની વ્યવસ્થા સીધી ગામમાં જ શરૂ થઈ ગઈ છે.
ખેડૂતોના ખાતામાં આવશે રાહત રકમ
ગામમાં જ ભરાશે ફોર્મ
આજથી દરેક ગ્રામ પંચાયતમાં વિલેજ કમ્પ્યુટર ઓપરેટર (VC) દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાનું કામ શરૂ થઈ ગયું છે. આ પ્રક્રિયા 15 દિવસ સુધી ચાલશે, જેમાં દરેક ખેડૂત પોતાના ગામમાં રહીને સહાય માટે અરજી કરી શકશે. હવે સહાય મેળવવા માટે દોડધામ કે કચેરીઓના ચક્કર નહીં.
રકમ સીધી જમા થશે બેંક ખાતામાં
શંકર ચૌધરીએ જણાવ્યું કે, ફોર્મ ભરાયા બાદ 20 દિવસની અંદર સહાયની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે.
આ નિર્ણયથી વાવ, થરાદ, સુઈગામ, પાટણ અને કચ્છ જેવા પૂરપ્રભાવિત વિસ્તારોના હજારો ખેડૂતોને તાત્કાલિક રાહત મળશે.
સરકારની તાત્કાલિક કાર્યવાહી
પૂર પછીના નુકસાનનું મુખ્યમંત્રી, કૃષિ મંત્રી અને વિધાનસભા અધ્યક્ષે જાતે જ સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ સરકારએ ખેડૂતોના પાકના નુકસાનનું મૂલ્યાંકન કરી આ સહાય યોજના અમલમાં મૂકી છે.
સારાંશ
➡️ ફોર્મ ભરવાની શરૂઆત : આજથી
➡️ પ્રક્રિયા સમય : 15 દિવસ
➡️ રકમ જમા સમય : 20 દિવસની અંદર
➡️ લાભાર્થી વિસ્તાર : વાવ, થરાદ, સુઈગામ, પાટણ, કચ્છ
➡️ ફોર્મ ભરનાર : વિલેજ કમ્પ્યુટર ઓપરેટર (VC)


| વોટ્સએપ ચેનલ | અહીં ક્લિક કરો |
| ફેસબુક | અહીં ક્લિક કરો |
| ઇન્સ્ટાગ્રામ | અહીં ક્લિક કરો |
| યુટ્યુબ | અહીં ક્લિક કરો |
| વધુ સમાચાર | અહીં ક્લિક કરો |