March 15, 2026
વાવ-થરાદના ખેડૂતો માટે રાહત

વાવ-થરાદના ખેડૂતો માટે રાહત

વાવ-થરાદના ખેડૂતો માટે રાહત: ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેર કર્યું સહાય પેકેજ
મુખ્યમંત્રીએ ખેડૂતોને આપ્યો મોટો રાહત સંદેશ — કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટે તાત્કાલિક સહાય

વાવ-થરાદના ખેડૂતો માટે રાહત

રાજ્યના ખેડૂતો માટે આજે એક મહત્વપૂર્ણ દિવસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતોને રાહત આપતાં રૂ. 10 હજાર કરોડનું વિશાળ સહાય પેકેજ જાહેર કર્યું છે. તાજેતરમાં કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે અનેક વિસ્તારોમાં પાકને ભારે નુકસાન થયું હતું. ખેડૂતોની આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સરકારે આ સંવેદનશીલ નિર્ણય લીધો છે.

પેકેજ અંતર્ગત પિયત તેમજ બિનપિયત બંને પ્રકારના પાકોને સમાન નુકસાન વળતર આપવામાં આવશે. ખેડૂતોને હેક્ટર દીઠ રૂ. 22,000 સુધીની સહાય, મહત્તમ બે હેક્ટર સુધી મળશે. આ રાહત ખેડૂતોને તાત્કાલિક સહાયરૂપ બનશે અને ખેતીને ફરીથી ઉભી કરવા સહાયરૂપ થશે.

થરાદ એ.પી.એમ.સી.ના ચેરમેન શૈલેષ પટેલે જણાવ્યું કે, “મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આ સહાય ખેડૂતો માટે જીવનરક્ષક સાબિત થશે. સરકાર દ્વારા ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદી માટે રૂ. 15 હજાર કરોડથી વધુના મૂલ્યના નિર્ણયથી ખેડૂતોની આવકમાં વધારો થશે.”

વાવ-થરાદ જિલ્લાના નાગલા ગામના ખેડૂત સરદારસિંહ વાઘેલાએ જણાવ્યું કે, “કમોસમી વરસાદથી અમને ભારે નુકસાન થયું હતું, પરંતુ સરકારે ખેડૂતોની પરિસ્થિતિ સમજીને સમયસર સહાય જાહેર કરી છે. અગાઉ પણ અતિવૃષ્ટિ સમયે સરકારે લાખો રૂપિયાનું સહાય પેકેજ આપ્યું હતું, જે ખરેખર પ્રશંસનીય છે.”

આ નિર્ણય બાદ સમગ્ર રાજ્યના ખેડૂતોમાં સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નવનિર્મિત વાવ-થરાદ જિલ્લાના ખેડૂતોમાં વિશેષ ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળે છે.

🌾 સરકારનો સંદેશ સ્પષ્ટ છે — ધરતીપુત્રોની સાથે હંમેશા સરકાર ઊભી રહેશે.

વાવ-થરાદના ખેડૂતો માટે રાહત
વોટ્સએપ ચેનલઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed