March 12, 2026

સમસ્ત માળી સમાજ થરાદનો 18મો સમૂહ લગ્ન મહોત્સવ: 66 નવદંપતીઓ સાથે સમાજ એકતાનું ભવ્ય દર્શન

0
સમસ્ત માળી સમાજ થરાદનો 18મો સમૂહ લગ્ન મહોત્સવ

સમસ્ત માળી સમાજ થરાદનો 18મો સમૂહ લગ્ન મહોત્સવ

સમસ્ત માળી સમાજ થરાદનો 18મો સમૂહ લગ્ન મહોત્સવ સમસ્ત માળી સમાજ થરાદ દ્વારા આયોજિત 18મા સમૂહ લગ્ન મહોત્સવના પાવન પ્રસંગે 66 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા. આ શુભ અવસર પર ઉપસ્થિત રહેવાનો અને સમાજની એકતા, સેવા અને સહકારને નજીકથી નિહાળવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો.

સમસ્ત માળી સમાજ થરાદનો 18મો સમૂહ લગ્ન મહોત્સવ

સમસ્ત માળી સમાજ થરાદનો 18મો સમૂહ લગ્ન મહોત્સવ

આ સમૂહ લગ્ન મહોત્સવ માત્ર લગ્ન વિધિ પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ તે સમાજિક એકતા, સહયોગ અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો. વધતા ખર્ચાઓ અને બદલાતા સમયને ધ્યાનમાં રાખીને સમાજના દાતાઓએ એકજૂટ થઈ સમયની માંગ મુજબનું શ્રેષ્ઠ આયોજન કર્યું. સમાજના આગેવાનો દ્વારા પણ આ શુભ કાર્યમાં પૂર્ણ સહકાર આપવામાં આવ્યો, જેના કારણે આ ભગીરથ કાર્ય સફળતાપૂર્વક સંપન્ન થઈ શક્યું.

સમાજના દાતાશ્રીઓએ અર્થદાન દ્વારા જે સહકાર પૂરો પાડ્યો છે તે બદલ તમામ દાતાઓને હૃદયપૂર્વક વંદન. આવા આયોજનમાં અપાતું દાન માત્ર ખર્ચ ઘટાડવામાં જ નહીં, પરંતુ આર્થિક રીતે અસક્ષમ પરિવારોને સહયોગ આપવાનું પવિત્ર કાર્ય પણ કરે છે. આપના દાનના માધ્યમથી અનેક પરિવારોના સપના સાકાર થયા છે, એ માટે સૌ દાતાઓ સમાજના સચ્ચા માર્ગદર્શક અને આધારસ્તંભ છે.

આ મહોત્સવમાં સમાજના યુવાનોનું યોગદાન વિશેષ પ્રશંસનીય રહ્યું. પાર્કિંગ વ્યવસ્થા, ભોજન વ્યવસ્થા તેમજ સમગ્ર આયોજનબદ્ધ વ્યવસ્થા ખૂબ જ સુવ્યવસ્થિત અને શિસ્તબદ્ધ રીતે સંચાલિત કરવામાં આવી. સમાજના જનમાનસથી લઈ આમંત્રિત મહેમાનો સુધી કોઈને પણ કોઈ પ્રકારની અગવડતા ન થાય તે રીતે ખૂબ જ મહેનત અને પરિશ્રમથી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. વડીલોના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ યુવાનોએ જે જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી છે તે બદલ સમાજના તમામ યુવાનોને હૃદયથી અભિનંદન અને ધન્યવાદ.

સમૂહ લગ્નના આ શુભ અવસર પર અમને આમંત્રિત કરી આપના સ્નેહ અને સન્માનથી બહુમાન વધાર્યું તે બદલ અમે સદાય આપના આભારી અને ઋણી રહીશું. આ પ્રસંગે ગુજરાતભરમાં વસતા સમસ્ત માળી સમાજ મહામંડળના હોદ્દેદારશ્રીઓ, જૂનાગઢ રામી માળી સમાજના અગ્રણીઓ, શ્રી ચુંવાળ વઢિયાળના અગ્રણીઓ, તેમજ વાવ-થરાદ જિલ્લાના રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે આત્મીય મુલાકાત અને શુભેચ્છાઓની આપલે થવી એ પણ આ મહોત્સવની વિશેષ ઉપલબ્ધિ રહી.

અંતમાં, સમસ્ત માળી સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિના પ્રમુખ શ્રી સમાજ ગૌરવ અમરતભાઈ માળી તેમજ સમિતિના તમામ આગેવાનોને આ ભવ્ય અને આદર્શ આયોજન બદલ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર.

માળી સમાજની એકતા, સેવા અને સંસ્કારની પરંપરા અવિરત આગળ વધતી રહે — એ જ શુભકામના.

માળી સમાજ એકતા મંચ, ગુજરાત

વોટ્સએપ ચેનલઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો
સમસ્ત માળી સમાજ થરાદનો 18મો સમૂહ લગ્ન મહોત્સવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed