થરાદ ભારતમાલા હાઇવે પર ગંભીર અકસ્માત: ટાયર ફાટતા પીકઅપ ડાલુ પલટ્યું, બે લોકો ઇજાગ્રસ્ત
થરાદ ભારતમાલા હાઇવે પર ગંભીર અકસ્માત
થરાદ ભારતમાલા હાઇવે પર ગંભીર અકસ્માત બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારમાં આવેલ ભારતમાલા પરિયોજના હાઇવે પર આજે એક અકસ્માત સર્જાયો હતો. બુઢનપુર નજીક એક પીકઅપ ડાલુ અચાનક ટાયર ફાટવાના કારણે નિયંત્રણ ગુમાવી પલટી ગયું હતું. અકસ્માત સમયે વાહનમાં બોરીઓ ભરેલી હતી અને તે માર્કેટ તરફ જઈ રહ્યું હતું.
થરાદ ભારતમાલા હાઇવે પર ગંભીર અકસ્માત

ઘટનાસ્થળે લોકો મદદે દોડી આવ્યા
અકસ્માત બનતાની સાથે જ આસપાસના સ્થાનિક લોકો તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્તોને બહાર કાઢીને મદદરૂપ બન્યા હતા. આ ઘટનામાં ગાડીમાં સવાર બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોના સહકારથી તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા
ઈજાગ્રસ્તોને તરત જ 108 એમ્બ્યુલન્સ દ્વારા થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરોના પ્રાથમિક અહેવાલ મુજબ, બંને ઇજાગ્રસ્તોની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
ચિતલવાનાથી થરાદ માર્કેટ તરફ જઈ રહી હતી ગાડી
ઘટના સ્થળે હાજર સંબંધીએ જણાવ્યું હતું કે આ પીકઅપ ડાલુ ચિતલવાણા તરફથી થરાદ માર્કેટ તરફ આવી રહ્યું હતું. ગાડીમાં વેપાર માટેની બોરીઓ ભરેલી હતી. અચાનક ટાયર ફાટતા ડ્રાઈવરનો કાબૂ છૂટી ગયો અને ગાડી પલટી ગઈ.
પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ
અકસાનની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક રીતે ટાયર ફાટવું અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
| વોટ્સએપ ચેનલ | અહીં ક્લિક કરો |
| ફેસબુક | અહીં ક્લિક કરો |
| ઇન્સ્ટાગ્રામ | અહીં ક્લિક કરો |
| યુટ્યુબ | અહીં ક્લિક કરો |
| વધુ સમાચાર | અહીં ક્લિક કરો |