March 15, 2026

ઉતરાયણ પૂર્વે ચાઇનીઝ દોરી સામે કડક કાર્યવાહી કરવાની માગ સાથે મામલતદારને આવેદન

0
ઉતરાયણ પૂર્વે ચાઇનીઝ દોરી સામે કડક કાર્યવાહી કરવાની માગ સાથે મામલતદારને આવેદન

ઉતરાયણ પૂર્વે ચાઇનીઝ દોરી સામે કડક કાર્યવાહી કરવાની માગ સાથે મામલતદારને આવેદન

ચાઇનીઝ દોરી સામે કડક કાર્યવાહી થરાદમાં આવનારા ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખીને ચાઇનીઝ દોરીના ગેરકાયદે વેચાણ અને ઉપયોગ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. વાવ-થરાદ જિલ્લા ડીજેએચઆરએફ સમિતિ દ્વારા ગુરુવારે થરાદ મામલતદાર કે.બી. વાઘલાને આવેદનપત્ર આપી તાત્કાલિક પગલાં લેવાની રજૂઆત કરવામાં આવી હતી.

ચાઇનીઝ દોરી સામે કડક કાર્યવાહી

ચાઇનીઝ દોરી સામે કડક કાર્યવાહી

આવેદનપત્રમાં જણાવાયું હતું કે ચાઇનીઝ દોરીના કારણે માનવજીવન તેમજ નિર્દોષ પંખીઓ માટે ગંભીર જોખમ ઊભું થયું છે. ભૂતકાળમાં વાહનચાલકો અને પદયાત્રીઓના ગળામાં દોરી ભરાવાના અનેક ગંભીર અકસ્માતો થયા છે, જ્યારે હજારો પંખીઓ આ પ્રાણઘાતક દોરીના કારણે મોતને ભેટ્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે.

સમિતિએ તંત્રને અપીલ કરી હતી કે ચાઇનીઝ દોરીના ગેરકાયદે વેચાણને તાત્કાલિક બંધ કરવામાં આવે તેમજ દોરીના ઉપયોગ સામે પણ કડક અને સતત કાર્યવાહી હાથ ધરવામાં આવે, જેથી ઉતરાયણ પર્વ સુરક્ષિત અને પર્યાવરણમૈત્રી રીતે ઉજવી શકાય.

આ પ્રસંગે જિલ્લા પ્રમુખ દેવદાન ગઢવી, થરાદ પ્રમુખ મહેન્દ્રભાઈ ગોયલ, ભીખાભાઈ નાઈ, થરાદ મહામંત્રી પિન્ટુભાઈ આચાર્ય તેમજ જિલ્લા સોશિયલ મીડિયા પ્રભારી દશરથદાન ગઢવી, સુરેભાઈ સોની, મહેશભાઈ નાઈ, ભેમાભાઈ નાઈ સહિત સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

વોટ્સએપ ચેનલઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed