March 12, 2026
વાતાવરણમાં અચાનક પલટો: વાવ-થરાદમાં ધુમ્મસથી પાકને નુકસાનની આશંકા

વાતાવરણમાં અચાનક પલટો: વાવ-થરાદમાં ધુમ્મસથી પાકને નુકસાનની આશંકા

વાતાવરણમાં અચાનક પલટો વાવ-થરાદ જિલ્લાના સરહદી વાવ અને થરાદ પંથકમાં આજે વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું હતું. અચાનક બદલાયેલા વાતાવરણના કારણે સમગ્ર વિસ્તાર ધુમ્મસની સફેદ ચાદરમાં ઢંકાઈ ગયો હતો, જેના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી.

વાતાવરણમાં અચાનક પલટો

ઘાટા ધુમ્મસને કારણે દૃશ્યતા (વિઝિબિલિટી)માં નોંધપાત્ર ઘટાડો થયો હતો. હાઈવે તથા મુખ્ય માર્ગો પરથી પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. નજીકનું અંતર પણ સ્પષ્ટ ન દેખાતા વાહનચાલકોએ હેડલાઈટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી, જેના પરિણામે વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો.

બીજી તરફ, વાતાવરણમાં આવેલા અચાનક પલટા અને ભારે ઝાકળને કારણે રવિ પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને જીરું અને રાયડા જેવા મુખ્ય પાકોમાં રોગચાળો ફેલાવાની શક્યતા વધતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

કૃષિ નિષ્ણાતો અને ખેડૂતોના જણાવ્યા મુજબ, જો આ પ્રકારનું વાતાવરણ લાંબા સમય સુધી યથાવત રહેશે તો પાકમાં ‘ચરમી’ સહિતના રોગો ફેલાઈ શકે છે, જેના કારણે મોટું આર્થિક નુકસાન થવાની શક્યતા છે. કડકડતી ઠંડી અને ધુમ્મસના કારણે લોકોના રોજિંદા કામકાજમાં પણ વિલંબ જોવા મળ્યો હતો.

વોટ્સએપ ચેનલઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed