March 12, 2026

પોણા ચાર વર્ષથી ભરણપોષણ ન ચૂકવતા પતિને લાખણી કોર્ટની કડક કાર્યવાહી, ડીસાની મહિલાને ન્યાય: પતિને 2 વર્ષ 5 મહિના 20 દિવસની કેદ

0
ભરણપોષણ

ભરણપોષણ

ડીસા તાલુકાની એક મહિલાને લાંબા સમયથી ભરણપોષણ ન ચૂકવવાના મામલે લાખણી કોર્ટ દ્વારા પતિ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોણા ચાર વર્ષ સુધી ભરણપોષણની રકમ ચૂકવવામાં નિષ્ફળ રહેતા કોર્ટએ આરોપી પતિને 2 વર્ષ 5 મહિના 20 દિવસની સાદી કેદની સજા ફટકારી છે.

પોણા ચાર વર્ષથી ભરણપોષણ ન ચૂકવતા પતિને લાખણી કોર્ટની કડક કાર્યવાહી

પ્રાપ્ત માહિતી અનુસાર, લાખણી તાલુકાના મોટા કાપરા ગામના જેમલભાઈ બારોટની પુત્રી મધુબેનનું લગ્ન ડીસા તાલુકાના રાણપુર ગામના ચિંતન ઉર્ફે ચિન્ટુ ઉર્ફે ચેતન રાજુભાઈ બારોટ સાથે કરવામાં આવ્યું હતું. લગ્ન બાદ મધુબેનને ઘરેલુ હિંસા તથા આર્થિક ત્રાસનો સામનો કરવો પડ્યો હતો.

આ પરિસ્થિતિને ધ્યાને લઈ મધુબેન દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમની કલમ–12 હેઠળ લાખણીની એડિશનલ જુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કોર્ટએ અગાઉ પતિને દર મહિને રૂ.5,000 ભરણપોષણ, રૂ.2,000 ઘરભાડું તથા રૂ.1,000 અરજી ખર્ચ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત રૂ.75,000 વળતર ચૂકવવાનો હુકમ પણ કરવામાં આવ્યો હતો.

પરંતુ પતિ દ્વારા તા.19-05-2021 થી તા.18-02-2025 સુધીના કુલ 45 મહિનાની રકમ ચૂકવવામાં આવી નહોતી. જેના કારણે કુલ રૂ.3.16 લાખ જેટલી બાકી રકમ થવા પામી હતી.

બાકી રકમ ચૂકવવામાં સતત નિષ્ફળ રહેતા અંતે તા.2 ફેબ્રુઆરી 2026ના રોજ લાખણી કોર્ટના ન્યાયાધીશ શ્રી કુલદીપ આર. શર્માએ આરોપી ચિંતન બારોટને 2 વર્ષ 5 મહિના 20 દિવસની સાદી કેદની સજા સંભળાવી હતી.

ઉપરાંત, બાકી રહેલી રૂ.37,500ની રકમ ન ભરવાના કારણે ચિંતન બારોટ તેમજ અન્ય એક આરોપી દિનેશભાઈ વજેરામભાઈ બારોટને પણ 20 દિવસની સાદી કેદની વધારાની સજા ફટકારવામાં આવી હતી.

આ ચુકાદો ઘરેલુ હિંસા અને ભરણપોષણના કેસોમાં ન્યાય મેળવવા માટે મહિલાઓ માટે એક મહત્વપૂર્ણ દાખલો સાબિત થયો છે. કોર્ટના આ કડક નિર્ણયથી સમાજમાં સ્પષ્ટ સંદેશ જાય છે કે કાયદાનું પાલન ન કરનાર સામે કાયદો નિષ્ઠુર રીતે કાર્યવાહી કરશે.

વોટ્સએપ ચેનલઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed