દ્વારકા મંદિરમાં વાવ–થરાદની કિશોરી બેભાન, મહિલા PSI ઉષાબેન અખેડે CPR આપી બચાવ્યો જીવ
દ્વારકા મંદિરમાં વાવ–થરાદની કિશોરી બેભાન
દ્વારકા મંદિરમાં વાવ–થરાદની કિશોરી બેભાન દ્વારકા મંદિરમાં વાવ–થરાદની કિશોરી બેભાન, મહિલા PSIએ બચાવ્યો જીવ દ્વારકા મંદિર દર્શન દરમિયાન વાવ–થરાદ જિલ્લાની એક કિશોરી અચાનક બેભાન થઈ જતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. આ ગંભીર પરિસ્થિતિમાં ફરજ પર હાજર મહિલા PSI ઉષાબેન અખેડે પોતાની સમજદારી અને ત્વરિત કામગીરીથી કિશોરીનો જીવ બચાવ્યો હતો.
દ્વારકા મંદિરમાં વાવ–થરાદની કિશોરી બેભાન
https://www.instagram.com/reel/DTiarsEDpTN/?igsh=bDJtcWZneDIwNWdr
પ્રાપ્ત વિગતો મુજબ, થરાવ–વાવથી આવેલા પરિવાર સાથે દ્વારકા મંદિર દર્શન માટે આવેલી કિશોરીની તબિયત અચાનક લથડી હતી અને તે બેભાન થઈ ગઈ હતી. મંદિર પરિસરમાં હાજર લોકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી.
આ સમયે ફરજ પર હાજર મહિલા PSI ઉષાબેન અખેડે પરિસ્થિતિની ગંભીરતા તરત જ સમજી અને સમય ગુમાવ્યા વિના તાત્કાલિક પગલાં લીધાં. તેમણે કિશોરીને પ્રાથમિક સારવાર આપવાની સાથે CPR આપી જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
PSI ઉષાબેન અખેડે કિશોરીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં સમયસર આપવામાં આવેલી CPR અને સારવારના કારણે કિશોરીની હાલત સ્થિર થઈ ગઈ હતી. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર જો થોડો પણ વિલંબ થયો હોત તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકતી હતી.
મહિલા PSI ઉષાબેન અખેડની આ માનવીય અને પ્રશંસનીય કામગીરીને કારણે હાજર શ્રદ્ધાળુઓ અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમની ત્વરિત નિર્ણયક્ષમતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠા પોલીસ દળની માનવતા અને જવાબદારીને ઉજાગર કરે છે.
આ ઘટના પોલીસ કર્મીઓ માત્ર કાયદો જ નહીં પરંતુ જીવ બચાવવાની મહત્વની ભૂમિકા પણ ભજવે છે તેનું ઉત્તમ ઉદાહરણ બની છે.
| વોટ્સએપ ચેનલ | અહીં ક્લિક કરો |
| ફેસબુક | અહીં ક્લિક કરો |
| ઇન્સ્ટાગ્રામ | અહીં ક્લિક કરો |
| યુટ્યુબ | અહીં ક્લિક કરો |
| વધુ સમાચાર | અહીં ક્લિક કરો |