April 22, 2026

પાલનપુરમાં ‘ધ કેરલા સ્ટોરી’ જેવી ઘટના: તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ અને ધર્મ પરિવર્તન

0
‘ધ કેરલા સ્ટોરી’ જેવી ઘટના

‘ધ કેરલા સ્ટોરી’ જેવી ઘટના

‘ધ કેરલા સ્ટોરી’ જેવી ઘટના પાલનપુરમાં રહેતી એક 30 વર્ષીય પરિણીતાએ અખ્તરશા રજબશા ફકીર અને તેના સાગરીતો વિરુદ્ધ ગંભીર પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ,પીડિતાની માંદગીનો લાભ ઉઠાવી અખ્તરશાએ તેના તાંત્રિક દાદા પાસે વિધિ કરાવવાના બહાને સંપર્ક વધાર્યો હતો. ત્યારબાદ, પીડિતાના પતિ સાથેના અણબનાવનો ફાયદો ઉઠાવી આરોપીએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.

‘ધ કેરલા સ્ટોરી’ જેવી ઘટના

‘ધ કેરલા સ્ટોરી’ જેવી ઘટના

આરોપીએ પીડિતાને બળજબરીથી બુરખો પહેરાવી રાખતો અને કલમા પઢાવતો હતો. ડરાવી-ધમકાવી ધાર્મિક સ્થાને લઈ જઈ બળજબરીથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો હતો અને તેનું નામ ‘આઈશાબાનુ’ રાખ્યું હતું. એટલું જ નહીં, આરોપીએ પીડિતાના વાંધાજનક ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ શરૂ કર્યું હતું.

વધુમાં, આરોપીએ પીડિતાને અન્ય પુરુષોને ફસાવવા મજબૂર કરી હતી જેથી તે હનીટ્રેપ દ્વારા પૈસા પડાવી શકે. જ્યારે પીડિતા ગર્ભવતી બની ત્યારે આરોપીએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી કાઢી મૂકી હતી. પીડિતાએ પરિવારની મદદથી પોલીસમાં ન્યાયની ગુહાર લગાવી છે.

પીડિતા મારફતે હની ટ્રેપ કરાવતો આરોપી અખ્તરશા પીડિતાનો ઉપયોગ કરી લોકોને ફસાવતો હતો. પીડિતા પાસે વિડીયો કોલ કરાવી લોકોને ઘરે બોલાવી તેના સંબંધીઓ (દિલાવરશા અને સાહીલ) સાથે મળી વિડીયો ઉતારી તોડબાજી કરવાનું આખું નેટવર્ક ચલાવતો હતો.

ઓળખ છુપાવવા નકલી આધારકાર્ડ બનાવ્યું પીડિતાને ઘરની સાફ-સફાઈ દરમિયાન એક શંકાસ્પદ આધાર કાર્ડ મળી આવ્યું હતું. આ કાર્ડમાં ફોટો આરોપી અખ્તરશાનો હતો, પરંતુ નામ પીડિતાના પતિનું લખેલું હતું. આ બાબતે પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે તે મુસ્લિમ હોવાથી તેને કોઈ ભાડે મકાન આપતું ન હતું, તેથી તેણે રહેઠાણ મેળવવા માટે આ રીતે નકલી દસ્તાવેજ તૈયાર કરાવ્યો હતો. આમ, આરોપીએ પીડિતાના પતિની ઓળખનો દુરુપયોગ કરી કૌભાંડ આચર્યું હતું.

મુખ્ય આરોપી સહિત 5 શખ્સો સામે ફરિયાદ 1. અખ્તરશા રજબશા ફકીર (રહે. પેંગીયા, તા. ધાનેરા) – મુખ્ય આરોપી. 2. દિલાવરશા હબીબશા જુનેજા (અખ્તરશાના મામાનો દીકરો, રહે. ચાંગડા, તા. થરાદ) – જે વીડિયો ઉતારવામાં અને દુષ્કર્મમાં સંડોવાયેલ છે. 3. સાહીલ ફતુશા ફકીર (અખ્તરશાના કાકાનો દીકરો, રહે. જુના ડીસા) – જેણે ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. 4. આરીફ રજબશા ફકીર (અખ્તરશાનો સગો ભાઈ) – જેણે નગ્ન ફોટાના આધારે બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું હતું. 5. ઇલીયાસ રજબશા ફકીર (અખ્તરશાનો સગો ભાઈ) – જેણે પણ પીડિતાને બ્લેકમેલ કરી મરજી વિરુદ્ધ શરીર સુખ માણ્યું હતું.

વોટ્સએપ ચેનલઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed