March 15, 2026

The MLA cleared the road before the minister could:અમીરગઢમાં ખાતમૂર્હતને લઈ રાજકીય ગરમાવો

0
The MLA cleared the road before the minister could

The MLA cleared the road before the minister could

The MLA cleared the road before the minister could બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં રસ્તાઓના ખાતમૂર્હતને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. મંત્રી પ્રવીણ માળીના હસ્તે ખાતમૂર્હત થવાનું હોય તે પહેલાં દાંતાના કોંગ્રેસી ધારાસભ્ય કાંતિ ખરાડીએ વહેલી સવારે અંધારામાં જ રસ્તાઓનું ખાતમૂર્હત કરી નાખ્યું હતું. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચર્ચા જોર પકડી ગઈ છે.

વહેલી સવારે અંધારામાં ખાતમૂર્હત

The MLA cleared the road before the minister could આજે અમીરગઢ તાલુકામાં કુલ 46 કિલોમીટરના અને અંદાજે રૂ. 49 કરોડના ખર્ચે બનનારા ત્રણ જેટલા રસ્તાઓનું ખાતમૂર્હત નિર્ધારિત હતું. મંત્રી પ્રવીણ માળી દ્વારા સવારે 10 વાગ્યે કાર્યક્રમ યોજાવાનો હતો, પરંતુ તે પહેલાં જ ધારાસભ્ય કાંતિ ખરાડીએ સવારે સાડા છ વાગ્યાની આસપાસ અંધારામાં જઈને રસ્તાઓનું ખાતમૂર્હત કરી નાખ્યું હતું.

આ સમગ્ર ઘટનાના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.

“સ્થાનિક MLA હોવાનો નૈતિક અધિકાર છે”: કાંતિ ખરાડી

દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું કે,
“આખા ગુજરાતમાં ધારાસભ્યો પોતાના વિસ્તારમાં વિકાસ કામોના ખાતમૂર્હત કરતા હોય છે. કોઈ મંત્રી આવીને બીજાના વિસ્તારમાં ખાતમૂર્હત કરતો નથી. પરંતુ નવરા બેઠેલા મંત્રી પ્રવીણ માળીને બીજું કઈ કામ નથી એટલે મારા વિસ્તારમાં આવીને ખાતમૂર્હત કરવાનું નક્કી કર્યું.”

તેમણે વધુમાં જણાવ્યું કે,
“કપાસિયા ગામ 60 વર્ષ જૂનું છે અને અહીંનો રસ્તો અગાઉ અનેક વખત રિસર્ફેસ થઈ ચૂક્યો છે. બે-ત્રણ વર્ષે રૂટિંગ અને ડામર કામ થતું જ હોય છે, એટલે આવા કામો માટે મોટા કાર્યક્રમ કરવાની જરૂર નથી.”

“CM આવે તો પણ સ્થાનિક MLAને યાદ કરે છે”

કાંતિ ખરાડીએ કહ્યું કે,
“જો નવેસરથી ખાતમૂર્હત થતું હોત તો હું પણ કાર્યક્રમમાં જોડાયો હોત. મુખ્યમંત્રી આવે ત્યારે પણ સ્થાનિક ધારાસભ્યને યાદ કરવામાં આવે છે, પરંતુ અહીં તો મંત્રીએ ધારાસભ્યને પણ આમંત્રિત કરવાની જરૂર સમજી નથી. પૈસા સરકારના છે, ગ્રાન્ટ સરકારની છે અને હું સરકારમાં બેઠેલો ધારાસભ્ય તરીકે મારી નૈતિક ફરજ બજાવી.”

તેમણે વધુમાં ઉમેર્યું કે,
“હું સવારમાં વહેલો જઈને ખાતમૂર્હત કરીને આવ્યો છું અને ફોટા-વીડિયો વાયરલ થયા છે, એટલે હવે તેમને શરમ પણ નહીં આવે.”

The MLA cleared the road before the minister could:મંત્રી પ્રવીણ માળીએ ફરીથી ખાતમૂર્હત કરાવ્યું

The MLA cleared the road before the minister could ધારાસભ્યના ખાતમૂર્હત બાદ બપોરના સમયે મંત્રી પ્રવીણ માળી કપાસિયા પહોંચ્યા હતા. તેમણે ચાર રસ્તાઓનું ખાતમૂર્હત આદિવાસી સમાજ અને માલધારી સમાજની ત્રણ દીકરીઓના હસ્તે કરાવ્યું હતું. આ સાથે કપાસિયા ખાતે જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

“રસ્તા પર કંકુ જોયું હતું”: મંત્રી પ્રવીણ માળી

સભા દરમિયાન મંત્રી પ્રવીણ માળીએ કહ્યું કે,
“હું રસ્તામાં આવતો હતો ત્યારે ક્યાંક રોડ પર કંકુ પડેલું જોયું. કોઈએ કહ્યું કે કોઈ બૂટ પહેરેલા ભાઈ અને માત્ર બે જણા ખાતમૂર્હત કરીને ગયા છે. પરંતુ આ ખાતમૂર્હત પ્રવીણ માળીએ નહીં, આદિવાસી અને માલધારી સમાજની દીકરીઓએ કર્યું છે.”

કોંગ્રેસ પર પ્રહારો

મંત્રી પ્રવીણ માળીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે,
“કોંગ્રેસના શાસનમાં વિકાસ ન હતો, ગામડાંમાં સુવિધાઓ ન હતી. ભાજપ સરકારે વનવાસી ક્ષેત્ર માટે 30 હજાર કરોડનું બજેટ ફાળવ્યું છે. કોંગ્રેસના શાસનમાં 60 વર્ષમાં પણ 1000 કરોડનું બજેટ નહોતું.”

તેમણે ઉમેર્યું કે,
“આગામી સમયમાં કોઈપણ વિકાસના કામો માટે મને તમારા વિસ્તારનો ધારાસભ્ય સમજીને કહેજો, હું તમામ કામો કરી આપીશ.”

The MLA cleared the road before the minister could:કયા રસ્તાઓનું ખાતમૂર્હત કરાયું?

આ પ્રસંગે નીચે મુજબના રસ્તાઓનું ખાતમૂર્હત કરવામાં આવ્યું:

  1. ડાભેલા–અમીરગઢ–અંબાજી રોડ – 11 કિમી | રૂ. 10 કરોડ
  2. નેશનલ હાઈવે થી સરોત્રા–કપાસિયા રોડ – 17.5 કિમી | રૂ. 15 કરોડ
  3. ઈકબાલગઢ–ખારા રોડ – 13.5 કિમી | રૂ. 14 કરોડ
  4. અમીરગઢ–ખાપા રોડ – 6 કિમી | રૂ. 3.75 કરોડ

The MLA cleared the road before the minister could આ કાર્યક્રમમાં મંત્રી પ્રવીણ માળી સહિત ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને કપાસિયા ગામ તથા આસપાસના વિસ્તારોના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

વોટ્સએપ ચેનલઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed