May 16, 2026

કરણાસર ગામમાં પ્રેમપ્રકરણનો વિડિયો વાયરલ: યુવકનું માથે મુંડન, પોલીસ તપાસમાં

0
વિડિયો વાયરલ

વિડિયો વાયરલ

થરાદ તાલુકાના કરણાસર ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં કેટલાક લોકોએ એક યુવકને બાંધીને માર માર્યો અને તેના માથું મુંડન કરી દીધું હોવાનું જણાઈ રહ્યું છે.

આ વીડિયો વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગામના સરપંચે જણાવ્યું હતું કે તેમણે ગામ લોકોને પહેલેથી જ કાયદો હાથમાં ન લેવાની ચેતવણી આપી હતી. તેમણે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું

https://www.instagram.com/maruvavtharad/reel/DPh7B89CJei

મને રાત્રિના સમયે જાણ થઈ હતી કે એક યુવક પ્રેમપ્રકરણમાં પકડાયો છે. મેં તાત્કાલિક લોકોને કહ્યું હતું કે કાયદો હાથમાં ન લો અને યુવકને પોલીસને સોંપી દો, છતાં પણ લોકોએ એ વાત ન માની.

સ્થાનિક સૂત્રો મુજબ, યુવક પ્રેમિકાને મળવા માટે કરણાસર આવ્યો હતો. પરંતુ કેટલાક ગામલોકોએ તેને પકડીને જાહેરમાં શરમજનક રીતે વાળ ઉતારી સજા આપી.

થરાદ પોલીસ સ્ટેશનના પીએસઆઇ સી.પી. ચૌધરીએ જણાવ્યું

હજુ સુધી કોઈ લેખિત ફરિયાદ મળી નથી, પરંતુ વાયરલ થયેલા વીડિયોના આધારે પોલીસ દ્વારા યુવક સુધી પહોંચવાના પ્રયાસો શરૂ થયા છે. આખી ઘટનાની તપાસ હાથ ધરાઈ છે.

પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર બિનસાચી માહિતી ન ફેલાવવા અને કાયદો હાથમાં ન લેવાની અપીલ કરી છે.

📍સ્થાન: કરણાસર ગામ, થરાદ તાલુકો
📅 તારીખ: 8 ઓક્ટોબર, 2025

વિડિયો વાયરલ મુખ્ય મુદ્દા

  • પ્રેમપ્રકરણમાં યુવક પકડાયો બાદ લોકોએ માથે મુંડન કર્યું
  • વીડિયો વાયરલ થતા પોલીસ તપાસમાં ઉતરી
  • સરપંચે પહેલેથી કાયદો હાથમાં ન લેવાની સૂચના આપી હતી
  • પોલીસે હજી સુધી ફરિયાદ નોંધાઈ ન હોવાની પુષ્ટિ કરી
વોટ્સએપ ચેનલવાવ-થરાદ પ્રોપર્ટીઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *