May 15, 2026

ધાનેરાનો રાવત વાઘડિયા સાયકલ પર ગુજરાત પ્રવાસે: પ્રકૃતિ, ગૌસેવા અને શિક્ષણનો સંદેશ, વ્યસન–અંધશ્રદ્ધા સામે જાગૃતિ

0
સાયકલ પર ગુજરાત પ્રવાસે

સાયકલ પર ગુજરાત પ્રવાસે

ધાનેરાના યુવાન રાવત વાઘડિયા એક અનોખી અને પ્રેરણાદાયક પહેલ સાથે સાયકલ પર સમગ્ર ગુજરાતભ્રમણ માટે નીકળ્યા છે. આ પ્રવાસ દ્વારા તેઓ સમાજમાં પ્રકૃતિ સંરક્ષણ, ગૌસેવા અને શિક્ષણના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવા સાથે વ્યસન અને અંધશ્રદ્ધાથી દૂર રહેવાનો મજબૂત સંદેશ આપી રહ્યા છે.

સાયકલ પર ગુજરાત પ્રવાસે

સાયકલ પર ગુજરાત પ્રવાસે

રાવત વાઘડિયાની આ યાત્રા અંદાજિત 4,000 કિલોમીટરની રહેશે, જેમાં તેઓ ગુજરાતના વિવિધ શહેરો અને ગામોમાં જઈ લોકો સાથે સીધો સંવાદ કરશે. તેમની આ સામાજિક જાગૃતિ અભિયાનની યાત્રા દરમિયાન આજે તેઓ થરાદ તાલુકાના ભાપી ગામે પહોંચ્યા હતા, જ્યાં સ્થાનિક લોકોએ તેમનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે રાવત વાઘડિયાએ જણાવ્યું હતું કે,

“મારો મુખ્ય ઉદ્દેશ્ય પ્રકૃતિ, ગૌસેવા અને શિક્ષણ સાથે નાતો જોડવાનો છે, જ્યારે વ્યસન અને અંધશ્રદ્ધા જેવા દુષણોથી સમાજને દૂર કરવાનો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે આજના યુવાનો જો સકારાત્મક વિચાર સાથે આગળ આવે તો સમાજમાં મોટો બદલાવ શક્ય છે. તેમણે લોકો અને ખાસ કરીને યુવાનોને આ અભિયાનમાં સહયોગ આપવા અને સારા કાર્ય માટે એક થવાની અપીલ કરી હતી.

રાવત વાઘડિયાની આ સાયકલ યાત્રા માત્ર પ્રવાસ નહીં પરંતુ સમાજ સુધારાની એક મજબૂત પહેલ બની રહી છે, જે અનેક લોકોને પ્રેરણા આપી રહી છે.

વોટ્સએપ ચેનલઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો
સાયકલ પર ગુજરાત પ્રવાસે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *