Tribal society:જાતિના દાખલાનો વિવાદ વકર્યો પાલનપુરથી ગાંધીનગર સુધી પદયાત્રા, ધારાસભ્ય કાંતિ ખરાડી જોડાયા
Tribal society
Tribal society બનાસકાંઠા જિલ્લામાં આદિવાસી સમાજને જાતિના દાખલા મેળવવામાં છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલી મુશ્કેલીઓ સામે હવે આદિવાસી સમાજ રસ્તા પર ઉતર્યો છે. જાતિના દાખલા સહિતની વિવિધ માંગણીઓનો કોઈ ઉકેલ ન આવતાં આદિવાસી સમાજ દ્વારા પાલનપુરથી ગાંધીનગર સુધી પદયાત્રા શરૂ કરવામાં આવી છે.
Tribal society આ પદયાત્રામાં દાંતા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં આદિવાસી આગેવાનો અને યુવાનો જોડાયા છે. પદયાત્રા પૂર્ણ કરીને ગાંધીનગર પહોંચ્યા બાદ પણ જો ન્યાય નહીં મળે તો ધરણા કરવાની ચીમકી આપવામાં આવી છે.

દાખલાના અભાવે ભણેલા-ગણેલા યુવાનો નોકરી વિહોણા: MLA કાંતિ ખરાડી
દાંતા બેઠકના ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું કે, જિલ્લામાં જાતિના દાખલા બાબતે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ યોગ્ય નિવારણ આવ્યું નથી.
તેમણે કહ્યું કે, ભણેલા-ગણેલા યુવાનો માત્ર જાતિના દાખલા ના મળવાના કારણે સરકારી નોકરીથી વંચિત રહી ગયા છે, જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ બાબત છે.
સ્થાનિક સ્તરે વારંવાર રજૂઆતો છતાં કોઈ સાંભળતું ન હોવાથી આદિવાસી સમાજને નાછૂટકે ગાંધીનગર સુધી પદયાત્રા યોજવાની ફરજ પડી છે.
Tribal society:અનેક રજૂઆતો છતાં સરકાર તરફથી કોઈ નિરાકરણ નહીં: આગેવાન
આદિવાસી સમાજના આગેવાન ઈશ્વરભાઈ ડામોરે જણાવ્યું કે, છેલ્લા ત્રણથી ચાર વર્ષથી જાતિના દાખલા મેળવવાની પ્રક્રિયામાં થતી હેરાનગતિ દૂર કરવા માટે મામલતદાર, કલેક્ટર, મંત્રીઓ, મુખ્યમંત્રી અને રાજ્યપાલ સુધી લેખિત રજૂઆતો કરવામાં આવી છે, છતાં સરકાર તરફથી આજદિન સુધી કોઈ સુખદ નિરાકરણ આવ્યું નથી.
તેમણે ઉમેર્યું કે, ત્રણ વર્ષ સુધી મહેનત કરીને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરનાર યુવાનોના સરકારી નોકરીના ઓર્ડરો જાતિ ખરાઈના નામે અટકાવી રાખવામાં આવ્યા છે, જેના કારણે યુવાનોમાં ભારે અસંતોષ ફેલાયો છે.

‘નાની-મોટી ભૂલો કાઢીને દાખલાઓ રદ કરાય છે’
Tribal society ઈશ્વરભાઈ ડામોરે વધુમાં આરોપ લગાવ્યો કે, વિશ્લેષણ સમિતિના અધિકારીઓ વિદ્યાર્થીઓને નોકરી ન મળે તે માટે દાખલાઓમાં નાની-મોટી શાબ્દિક ભૂલો શોધીને દાખલાઓ રદ કરી રહ્યા છે.
તેમના મતે, તંત્ર અને સમિતિના કેટલાક અધિકારીઓ યુવાનોને સરકારી નોકરીથી વંચિત રાખવાની દિશામાં કામ કરી રહ્યા છે, જે ગંભીર બાબત છે.
વારંવાર આવેદનો આપવા છતાં કોઈ પરિણામ ન મળતાં આખરે સમગ્ર વિસ્તારના આગેવાનો અને યુવાનો સાથે આ પદયાત્રાનું આયોજન કરાયું છે.
Tribal society:સમસ્યાનું વહેલીતકે સમાધાન થાય એવી માંગ
આદિવાસી સમાજ દ્વારા સરકાર સમક્ષ મુખ્યત્વે નીચેની માંગણીઓ રજૂ કરવામાં આવી છે:
- ખેડૂતો અને વિદ્યાર્થીઓને તાત્કાલિક જાતિના દાખલા આપવામાં આવે
- સરકારી નોકરી મેળવી ચૂકેલા યુવાનોના અટકાવેલા ઓર્ડરો તાત્કાલિક આપવામાં આવે
- જાતિ ખરાઈ પ્રક્રિયામાં થતી હેરાનગતિ બંધ કરવામાં આવે
- સમગ્ર સમસ્યાનું વહેલીતકે અને કાયમી સમાધાન લાવવામાં આવે
Tribal society આદિવાસી સમાજે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ગાંધીનગર પહોંચ્યા બાદ પણ યોગ્ય ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન અને ધરણાંનો માર્ગ અપનાવવામાં આવશે.
| વોટ્સએપ ચેનલ | અહીં ક્લિક કરો |
| ફેસબુક | અહીં ક્લિક કરો |
| ઇન્સ્ટાગ્રામ | અહીં ક્લિક કરો |
| યુટ્યુબ | અહીં ક્લિક કરો |
| વધુ સમાચાર | અહીં ક્લિક કરો |