બે શાળાઓમાં તાળાબંધી: આચાર્યની ખાલી જગ્યા અને બદલી સામે વાલીઓનો રોષ!
બે શાળાઓમાં તાળાબંધી
બે શાળાઓમાં તાળાબંધી: આચાર્યની ખાલી જગ્યા અને બદલી સામે વાલીઓનો રોષ! શૈક્ષણિક ક્ષેત્રમાં આજે ડીસા અને દિયોદર તાલુકામાં તણાવનો માહોલ સર્જાયો હતો. બે અલગ અલગ પ્રાથમિક શાળાઓમાં આચાર્યની ખાલી જગ્યા અને અચાનક થયેલી બદલીને કારણે વાલીઓ અને ગ્રામજનોએ શાળાના દરવાજે તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો.
બે શાળાઓમાં તાળાબંધી
પમરૂ પ્રાથમિક શાળા – ડીસા તાલુકો
છેલ્લા છ માસથી આ શાળામાં કાયમી આચાર્યની નિમણૂક ન થતાં વાલીઓએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. શનિવારે ગ્રામજનોએ મુખ્ય દરવાજે તાળું મારી શિક્ષકો અને વિદ્યાર્થીઓને બહાર અટકાવી દીધા.
ગ્રામજનોએ જણાવ્યું કે, “આચાર્ય ન હોવાને કારણે શાળાનું વહીવટી અને શૈક્ષણિક કાર્ય બગડી રહ્યું છે.”
ડીસા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અશ્વિનભાઈ પટેલે માહિતી આપી કે નવા આચાર્યની નિમણૂક થઈ ગઈ છે અને તેઓ સોમવારે ફરજ સંભાળશે.
ગોલવી નવી પ્રાથમિક શાળા – દિયોદર તાલુકો
અહીં આચાર્ય દુદારસિંહ સુબાજી રાજપૂતની અચાનક બદલી થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગામના વતની અને છેલ્લા 8–9 વર્ષથી ફરજ બજાવતા આચાર્યના બદલીના નિર્ણયને વાલીઓએ અયોગ્ય ગણાવ્યો.

શાળાના એસએમસી અધ્યક્ષ પીરાજી કરસનજી રાજપૂતે જણાવ્યું કે, “325 વિદ્યાર્થીઓ સામે માત્ર 7 શિક્ષકો છે. હવે આચાર્યની બદલીથી શૈક્ષણિક કાર્ય વધુ પ્રભાવિત થશે.”
તાલુકા શિક્ષણ અધિકારી ભદ્રસિંહ રાઠોડે ગ્રામજનોને સમજાવી તાળાબંધી ખોલાવી, ત્યારબાદ શિક્ષણ કાર્ય ફરી શરૂ થયું.
બે શાળાઓમાં તાળાબંધી બે ઘટનાઓ એ સાબિત કરે છે કે શિક્ષણ પ્રણાલી માટે સ્થાનિક સ્તરે જનજાગૃતિ વધી રહી છે. વાલીઓ અને ગ્રામજનો હવે પોતાના બાળકોના શિક્ષણ હિત માટે એક થઈ રહ્યા છે.
યોગ્ય સમય પર આચાર્ય અને શિક્ષકોની નિમણૂક થાય, તો જ ગ્રામ્ય શિક્ષણની ગુણવત્તા સુધરશે.
રિપોર્ટ: મારું વાવ થરાદ ન્યૂઝ
| વોટ્સએપ ચેનલ | અહીં ક્લિક કરો |
| ફેસબુક | અહીં ક્લિક કરો |
| ઇન્સ્ટાગ્રામ | અહીં ક્લિક કરો |
| યુટ્યુબ | અહીં ક્લિક કરો |
| વધુ સમાચાર | અહીં ક્લિક કરો |
