March 15, 2026

ચોમાસું 2025 : રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી

0
વરસાદની આગાહી

વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસું 2025 દરમ્યાન વરસાદી માહોલ વધુ તીવ્ર બન્યો છે. વરસાદની આગાહી હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે ભારે વરસાદની ચેતવણી આપી છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી દિવસોમાં મેઘરાજા તાંડવ મચાવશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ક્યાં ક્યાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી?

હવામાન વિભાગના નકશા અનુસાર પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત, ભરૂચ, સુરત, અમરેલી અને દ્વારકા જિલ્લામાં પણ ભારે વરસાદના અહેવાલો મળ્યા છે.

મુખ્ય ઝોન મુજબ આગાહી

  • લાલ ઝોન (Warning – Take Action):
    પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ
  • નારંગી ઝોન (Alert – Be Prepared):
    અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચ, દ્વારકા
  • પીળો ઝોન (Watch – Be Aware):
    અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, મહેસાણા, સાબરકાંઠા સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓ

સામાન્ય જનતાને અપીલ

મોસમ વિજ્ઞાન કેન્દ્ર, અમદાવાદે જાહેર કરેલા નિર્દેશ મુજબ લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે.

  • દરિયાકાંઠે જવા ટાળવું.
  • નદી-નાળા પાસે રહેતા લોકોએ ખાસ કાળજી રાખવી.
  • ખેડૂતો માટે સલાહ: પાકમાં પાણી ભરાઈ ન જાય તેની તકેદારી રાખવી.
  • પ્રવાસીઓએ અનિવાર્ય હોય ત્યારે જ મુસાફરી કરવી.

લાઈવ જોવા માટે : અહી ક્લિક કરો

Maru vav Tharad

ચોમાસું 2025 ગુજરાત માટે પડકારજનક સાબિત થઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતા છે. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે, પરંતુ સામાન્ય નાગરિકોએ પણ પૂરતી તકેદારી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed