Vidhva Sahay Yojana 2025:વિધવા સહાય યોજના 2025 | Ganga Swaroop Yojana Gujarat | લાભ, પાત્રતા, દસ્તાવેજો અને Online Form PDF
Vidhva Sahay Yojana 2025
Vidhva Sahay Yojana 2025:ગુજરાત સરકાર દ્વારા રાજ્યની નિરાધાર વિધવા બહેનો માટે વિધવા સહાય યોજના અમલમાં છે. આ યોજનાને સન્માનજનક નામ આપી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત વિધવા બહેનોને દર મહિને પેન્શન આપવામાં આવે છે જેથી તેઓ પોતાનું જીવન ગૌરવપૂર્ણ રીતે જીવી શકે.

Vidhva Sahay Yojana 2025:યોજનાની મુખ્ય માહિતી
- યોજનાનું નામ : વિધવા સહાય યોજના (ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના)
- લાભાર્થી : નિરાધાર વિધવા બહેનો
- આર્થિક સહાય : દર મહિને ₹1250 સીધા DBT મારફતે બેંક/પોસ્ટ એકાઉન્ટમાં
- ઉદ્દેશ્ય : વિધવા બહેનોને આર્થિક રીતે સશક્ત બનાવી સારી રીતે જીવન જીવવાની તક આપવી
- ફોર્મ ઉપલબ્ધતા : ગ્રામ પંચાયત / તલાટી / મામલતદાર કચેરી / જન સેવા કેન્દ્ર તથા Online
મારુ વાવ થરાદ ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરો: અહીં ક્લિક ક
નવા સુધારા – Gujarat Vidhva Sahay Yojana Updates
- યોજનાનું નામ બદલીને ગંગા સ્વરૂપા યોજના રાખવામાં આવ્યું છે.
- પહેલા સહાયની રકમ ₹750 → ₹1000 → હવે ₹1250 કરવામાં આવી છે.
- હવે વિધવા મહિલાને 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોવા છતાં યોજનાનો લાભ મળશે.
- છેલ્લા 5 વર્ષમાં 7.66 લાખથી વધુ વિધવા બહેનોને આર્થિક સહાય આપવામાં આવી છે.
Eligibility – કોણ લાભ મેળવી શકે?
- અરજદાર મહિલા વિધવા હોવી જરૂરી છે.
- ન્યૂનતમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ.
- ગ્રામ્ય આવક મર્યાદા : ₹1,20,000 પ્રતિ વર્ષ
- શહેરી આવક મર્યાદા : ₹1,50,000 પ્રતિ વર્ષ
- 18 થી 40 વર્ષની બહેનોને 2 વર્ષમાં કોઈપણ સરકાર માન્ય ટ્રેડની તાલીમ લેવી ફરજિયાત રહેશે.
Vidhva Sahay Yojana 2025: યોજનાના ફાયદા
- દર મહિને ₹1250 DBT દ્વારા સીધા બેંક ખાતામાં જમા થશે.
- પેન્શનની રકમ દર મહિના ના પ્રથમ અઠવાડિયામાં જમા થશે.
- લાભાર્થી બહેનના અકસ્માતે મૃત્યુ પામવાથી, તેમના વારસદારોને ₹1,00,000નું અકસ્માત વિમા કવર મળશે.
Vidhva Sahay Yojana 2025:જરૂરી દસ્તાવેજો
- અરજી ફોર્મ (પરિશિષ્ટ મુજબ)
- પતિના મૃત્યુનો દાખલો
- આવકનો દાખલો
- આધાર કાર્ડ, રેશન કાર્ડ નકલ
- બેંક/પોસ્ટ ખાતાની પાસબુક
- જન્મનો દાખલો / સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
- બે પાસપોર્ટ સાઇઝ ફોટા
- પુનઃલગ્ન ન કર્યો હોવાનો દાખલો
- ગુજરાતમાં 10 વર્ષથી વધુ સમયથી વસવાટ કર્યાનું પ્રમાણપત્ર
Online Form & Status Check
- અધિકૃત વેબસાઇટ : nsap.nic.in
- Reports → Beneficiary Search / Track and Payment Details પર ક્લિક કરો.
- Application No / Mobile No / Sanction Order No થી Online Status Check કરી શકશો.
આ રીતે વિધવા સહાય યોજના (ગંગા સ્વરૂપા યોજના) ગુજરાત સરકાર દ્વારા રાજ્યની વિધવા બહેનોને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનું મહત્વપૂર્ણ પગલું છે.