March 15, 2026

Voter List Revision 2026 in Banaskantha: મતદાર યાદી સુધારણા માટે 11 હેલ્પ ડેસ્ક શરૂ No Mapping અને EF મતદારો માટે પુરાવા જમા કરાવવાની ખાસ વ્યવસ્થા

0
Voter List Revision 2026 in Banaskantha

Voter List Revision 2026 in Banaskantha

Voter List Revision 2026 in Banaskantha તથા વાવ-થરાદ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ–2026 અંતર્ગત મતદારોને વધુ સુવિધા મળે તે હેતુથી કુલ 11 હેલ્પ ડેસ્ક કમ ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ સેન્ટરો ખાસ કરીને No Mapping તથા Uncollectable (EF) કેટેગરીના મતદારો માટે પુરાવા જમા કરાવવા તેમજ મતદાર યાદી સંબંધિત વિવિધ ફોર્મ અંગે માર્ગદર્શન આપવા કાર્યરત રહેશે.

Voter List Revision 2026 in Banaskantha:જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ કામગીરી

જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ આ તમામ સેન્ટરો કાર્યરત કરાયા છે. કુલ 11 સેન્ટરો પૈકી

  • એક પાલનપુર કલેક્ટર કચેરી ખાતે
  • એક થરાદ કલેક્ટર કચેરી ખાતે
  • અને બાકીના નવ સેન્ટરો મતદાર નોંધણી અધિકારીઓની કચેરીઓ ખાતે શરૂ કરાયા છે.

આ હેલ્પ ડેસ્ક જાહેર રજાઓ સિવાયના તમામ દિવસોમાં સવારે 10:00 વાગ્યાથી સાંજે 6:10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.

Voter List Revision 2026 in Banaskantha:પાલનપુરમાં હેલ્પ ડેસ્કનું ઉદ્ઘાટન

પાલનપુર કલેક્ટર કચેરી ખાતેના ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર કમ હેલ્પ ડેસ્કનું ઉદ્ઘાટન નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સી.પી. પટેલ દ્વારા રીબીન કાપીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

મતદારોને મળશે માર્ગદર્શન

Voter List Revision 2026 in Banaskantha નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બી.જી. નિનામાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ સેન્ટરો દ્વારા No Mapping, EF તથા નવા મતદારો પોતાના જરૂરી દસ્તાવેજો જમા કરાવી શકશે.

આ ઉપરાંત SIR (Special Intensive Revision) કાર્યક્રમ સંબંધિત કોઈપણ પ્રકારની મૂંઝવણ માટે મતદારોને અહીંથી યોગ્ય માહિતી અને માર્ગદર્શન પણ આપવામાં આવશે. ફોર્મ 6, 6A, 7 અને 8 ભરવા અંગે પણ સહાય ઉપલબ્ધ રહેશે.

જિલ્લાનો મતદાર આંકડો

બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના કુલ નવ વિધાનસભા વિસ્તારોમાં કુલ 26,24,952 મતદારો નોંધાયેલા છે. જેમાં

  • ડ્રાફ્ટ રોલમાં 24,05,325 મતદારોનો સમાવેશ થાય છે
  • જ્યારે 2,19,627 ASD (Absent, Shifted, Dead) મતદારો નોંધાયા છે

ASD મતદારોમાં

  • 65,122 મૃત્યુ પામેલા,
  • 21,291 ગેરહાજર,
  • અને 1,11,744 મતદારોનું કાયમી સ્થળાંતર નોંધાયું છે.

કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય

Voter List Revision 2026 in Banaskantha આ સમગ્ર મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે કોઈ પણ પાત્ર મતદાર મતદાર યાદીમાંથી વંચિત ન રહે અને કોઈ પણ અપાત્ર વ્યક્તિ મતદાર યાદીમાં સામેલ ન થાય. તંત્ર દ્વારા તમામ નાગરિકોને સમયસર દસ્તાવેજો જમા કરાવી સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

વોટ્સએપ ચેનલઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed