Water Tank Sahay Yojana 2025: ખેડૂત માટે સરકારની વિશેષ સહાય યોજના
Water Tank Sahay Yojana 2025
Water Tank Sahay Yojana 2025:ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાયરૂપ બનાવવા માટે પાણી ટાંકા સહાય યોજના 2025 લોંચ કરવામાં આવી છે. ખેતી માટે જરૂરી પાણીનું સુવ્યવસ્થિત સંગ્રહણ અને સુક્ષ્મ સિંચાઈ પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે આ મહત્વપૂર્ણ યોજના બનાવવામાં આવી છે. ખાસ કરીને વરસાદ ન આવતા કે પાણીની તંગી રહેતી જગ્યાઓ માટે આ યોજના ખેડૂત મિત્રો માટે બહુમૂલ્ય સાબિત થશે.
મારુ વાવ થરાદ ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરો: અહીં ક્લિક કરો
Water Tank Sahay Yojana 2025:યોજના નો ઉદ્દેશ
ગુજરાત રાજ્ય નાં ખેડૂતોને ખેતી ક્ષેત્રે આગળ વધવા અને ટપક સિંચાઈ પદ્ધતિનો વ્યાપ વધારવા માટે સરકાર દ્વારા પાણીના ટાંકા બનાવવા સહાય યોજના શરૂ કરવામાં આવી છે.
તેનો મુખ્ય ઉદ્દેશ :
🌿 ખેતીમાં વૃદ્ધિ લાવવી
💧 પાણીની યોગ્ય બચત અને ઉપયોગ
🌱 સઘન ટપક સિંચાઈ પદ્ધતિને વિસ્તૃત કરવું
Water Tank Sahay Yojana 2025:લાયકાત
- લાભાર્થી ગુજરાત રાજ્યના નાગરિક અને ખેડૂત હોવા જોઈએ
- જમીન ધરાવતી હોવી આવશ્યક
- આધાર પુરાવા તરીકે 7/12 અને 8/અ નાં ઉતારા
- માત્ર એકજ વખત લાભ લેવા માટે યોગ્ય
- સૂક્ષ્મ પિયત અને માઇક્રો સિંચાઈ પદ્ધતિ અપનાવેલી હોવી આવશ્યક
- Tribal Land ધરાવતા ખેડૂત માટે વન અધિકાર પત્ર જરૂરી
- 75 થી 1000 ઘન મીટર ક્ષમતા ધરાવતી RCC ટાંકીનો સમાવેશ
Water Tank Sahay Yojana 2025:જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડની નકલ
- 7/12 અને 8/અ નાં ઉતારા
- રેશનિંગ કાર્ડ
- સંયુક્ત ખાતેદાર માટે અન્ય ખાતેદારની સંમતિ નકલ
- આત્મા રજીસ્ટ્રેશનની વિગત
- દૂધ મંડળી / સહકારી મંડળી સભ્યપદ પુરાવા
- બેંક પાસબુક નકલ
Water Tank Sahay Yojana 2025:અરજી કેવી રીતે કરવી?
- Step 1 – Google માં “ikhedut portal” સર્ચ કરો અને સરકારી વેબસાઈટ ખોલો.
- Step 2 – મેનૂ માં ‘યોજનાઓ’ વિભાગમાં જઇ, ‘ખેતીવાડીની યોજનાઓ’ પસંદ કરો.
- Step 3 – Water Tank Sahay Yojana ને શોધો અને માહિતી ધ્યાનથી વાંચો.
- Step 4 – “અરજી કરો” પર ક્લિક કરો અને Online ફોર્મ ભરવાનું શરૂ કરો.
- Step 5 – Registration ના હોય તો નવી Registration કરો.
- Step 6 – Form ખુબજ ધ્યાનથી ભરો અને Save કરો.
- Step 7 – Application Confirm કરો અને પ્રિન્ટ કઢાવીને રાખો.
મદદની જરૂર હોય તો તમારા ગામ ના ગ્રામ પંચાયત અથવા Common Service Center (CSC) માં જઈને સહાય મેળવી શકો છો.
Water Tank Sahay Yojana 2025:સહાયની રકમ
- વ્યક્તિગત સહાય : ખર્ચના 50% રૂપે સીધી ખેડૂત ખાતામાં મોકલવામાં આવશે.
- ઓછા માં ઓછા 75 ઘન મીટર ટાંકીની જરૂર
- સામૂહિક જૂથ સહાય : જૂથ લીડરના ખાતામાં ખર્ચના 50% પ્રમાણે સહાય ચૂકવાશે.
- ઓછા માં ઓછા 1000 ઘન મીટર ટાંકીનો સમાવેશ
Water Tank Sahay Yojana 2025:મહત્વપૂર્ણ નોંધ
- આ યોજના નો લાભ માત્ર એકવાર જ લેવામાં આવશે
- માત્ર RCC પ્રકારની ટાંકી માન્ય
- સૂક્ષ્મ અને માઇક્રો સિંચાઈ પદ્ધતિ અપનાવેલી હોવી જરૂરી
- જમીન પર સરવે નંબર દ્વારા જ લાભ આપવામાં આવશે
અંતિમ શબ્દ
ખેડૂત મિત્રો, પાણી ટાંકા સહાય યોજના 2025 એક અવસરસરૂપ યોજના છે, જે તમારું ખેતી કાર્ય વધુ સસ્તું, સઘન અને અસરકારક બનાવશે. જો તમે સજીવ સિંચાઈ પદ્ધતિ અપનાવ્યું છે અને સંગ્રહિત પાણીના ઉપયોગથી ખેતી વધારવા ઈચ્છો છો, તો આજે જ ikhedut portal દ્વારા Online અરજી કરો અને સરકારની આ ખાસ સહાયનો લાભ મેળવો.
👉 વધુ માહિતી માટે : https://ikhedut.gujarat.gov.in