April 22, 2026

Wheel Hoe Subsidy Yojana 2026: વ્હીલ હો (આંતરખેડ સાધન) સહાય યોજના 2026: ₹1200 સુધી સબસિડી | I-Khedut અરજી માર્ગદર્શિકા

0
Wheel Hoe Subsidy Yojana 2026

Wheel Hoe Subsidy Yojana 2026

ખેડૂતોને ખેતીમાં આધુનિક સાધનોનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા વિવિધ કૃષિ યાંત્રિકરણ યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે. તેવી જ એક મહત્વપૂર્ણ યોજના છે વ્હીલ હો (આંતરખેડનું સાધન) સહાય યોજના 2026, જેના દ્વારા ખેડૂતોને ઓછા ખર્ચે ઉપયોગી સાધન ખરીદવા સહાય મળે છે.

Wheel Hoe Subsidy Yojana 2026

વ્હીલ હો એક આંતરખેડનું સાધન છે, જેનો ઉપયોગ પાક વચ્ચેની નિંદણ કરવા, જમીન ઢીલી કરવા અને પાકની વૃદ્ધિ સુધારવા માટે થાય છે. ખાસ કરીને નાના અને સિમાંત ખેડૂતો માટે આ સાધન અત્યંત ઉપયોગી સાબિત થાય છે.

Wheel Hoe Subsidy Yojana 2026

સહાય ધોરણ (Wheel Hoe Subsidy Yojana 2026 Details)

AGR-3 (અનુ.જન જાતિના ખેડૂતો માટે)
કુલ ખર્ચના 60 ટકા અથવા રૂ. 1200, બેમાંથી જે ઓછું હોય તે

AGR-2 (સામાન્ય વર્ગના ખેડૂતો માટે)
કુલ ખર્ચના 40 ટકા અથવા રૂ. 1000, બેમાંથી જે ઓછું હોય તે

નાના/સિમાંત અને મહિલા ખેડૂતો માટે
કુલ ખર્ચના 50 ટકા અથવા રૂ. 1200, બેમાંથી જે ઓછું હોય તે

વનબંધુ કૃષિયાંત્રિકરણ યોજના (અનુ.જન જાતિ)
કુલ ખર્ચના 60 ટકા અથવા રૂ. 1200, બેમાંથી જે ઓછું હોય તે

AGR-4 (અનુ.જાતિના ખેડૂતો માટે)
કુલ ખર્ચના 60 ટકા અથવા રૂ. 1200, બેમાંથી જે ઓછું હોય તે

અરજીની તારીખ

શરૂઆત તારીખ: 27/03/2026
છેલ્લી તારીખ: 26/04/2026

ખરીદી માટે જરૂરી શરતો

ખેડૂતોએ માત્ર I-Khedut પોર્ટલ પર દર્શાવાયેલ અને રજીસ્ટર થયેલ સાધન જ ખરીદવાનું રહેશે.
સાધન ભારત સરકાર દ્વારા માન્ય કરાયેલ ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટ થયેલ હોવું જરૂરી છે.
ખરીદી માત્ર મેન્યુફેક્ચરર અથવા વેન્ડરના ઓથોરાઈઝડ ડીલર પાસેથી જ કરવી પડશે.

અરજી કરવાની પ્રક્રિયા

  1. I-Khedut પોર્ટલ ખોલો
  2. કૃષિ યાંત્રિકરણ યોજના પસંદ કરો
  3. વ્હીલ હો સાધન પસંદ કરો
  4. વ્યક્તિગત માહિતી ભરો
  5. જરૂરી દસ્તાવેજ અપલોડ કરો
  6. અરજી સબમિટ કરો

જરૂરી દસ્તાવેજો

આધાર કાર્ડ
જમીનનો દાખલો (7/12)
બેંક પાસબુક
જાતિ પ્રમાણપત્ર (લાગુ પડે તો)

Wheel Hoe Subsidy Yojana 2026 મહત્વપૂર્ણ સૂચનાઓ

અરજી છેલ્લી તારીખ પહેલાં જ પૂર્ણ કરવી
ખોટી માહિતી આપવાથી અરજી રદ થઈ શકે
સબસિડી સીધી બેંક ખાતામાં જમા થશે

વ્હીલ હો સહાય યોજના 2026 ખેડૂતો માટે ખેતીમાં ખર્ચ ઘટાડવા અને ઉત્પાદન વધારવા માટે ઉપયોગી છે. યોગ્ય રીતે અરજી કરીને ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે.

વોટ્સએપ ચેનલઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed