થરાદમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની રેખાબેન પરમારને શ્રેષ્ઠ સમાજસેવા બદલ સન્માન
મહિલા અને બાળ વિકાસ વિભાગ
થરાદ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા પોલીસ સપોર્ટ સેન્ટરના કાઉન્સિલર પરમાર રેખાબેન એલ.નું શ્રેષ્ઠ સમાજસેવા બદલ ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન 26 જાન્યુઆરીના 77મા પ્રજાસત્તાક દિનના પાવન અવસરે અર્પણ કરવામાં આવ્યું હતું.
મહિલા અને બાળ વિકાસ વિભાગ

પરમાર રેખાબેન એલ. થરાદ પોલીસ સ્ટેશન ખાતે આવેલા સપોર્ટ સેન્ટરમાં કાર્યરત છે, જ્યાં તેઓ પરિવારિક વિવાદો, મહિલાઓ સામે થતી હિંસા, બાળ સુરક્ષા તેમજ માર્ગદર્શન અને કાઉન્સેલિંગ જેવા સંવેદનશીલ મુદ્દાઓમાં નિસ્વાર્થ સેવા આપે છે. તેમની સતત મહેનત અને સમર્પણના કારણે અનેક પીડિત મહિલાઓ અને બાળકોને માનસિક, સામાજિક તથા કાનૂની માર્ગદર્શન મળી નવજીવન મળ્યું છે.
સમાજ પ્રત્યેની તેમની સેવાભાવનાને બિરદાવવાના ઉદ્દેશ્યથી આ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ નડેશ્વરી હોસ્પિટલના પ્રમુખ તથા જાણીતા ડોક્ટર હિતેન્દ્ર કે. શ્રીમાળી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રેખાબેન એલ.ને નડેશ્વર માતાનો ફોટો તથા ભારત વિકાસ પરિષદની સ્મૃતિરૂપ ચોપડી અર્પણ કરી સન્માનિત કર્યા હતા.
પ્રમુખ ડો. શ્રીમાળીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સમાજમાં આવા સેવાભાવી કાર્યકરોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. તેઓ સમાજ માટે પ્રેરણાસ્રોત બને છે અને માનવતાની સાચી સેવા કરે છે. તેમણે પરમાર રેખાબેન એલ.ની કામગીરીને બિરદાવતાં તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
| વોટ્સએપ ચેનલ | અહીં ક્લિક કરો |
| ફેસબુક | અહીં ક્લિક કરો |
| ઇન્સ્ટાગ્રામ | અહીં ક્લિક કરો |
| યુટ્યુબ | અહીં ક્લિક કરો |
| વધુ સમાચાર | અહીં ક્લિક કરો |