Gujarat Rain: ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાનો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ મોનસૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં આજથી આગામી 3થી 4 દિવસ દરમિયાન વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. શરૂઆતમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે, જ્યારે 8 અને 9 ઓગસ્ટે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
7થી 9 ઓગસ્ટ સુધી અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી – Gujarat Rain
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 7થી 9 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ, વીજળી અને પવન સાથે વરસાદ વરસી શકે છે. આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આજે ક્યાં પડશે વરસાદ?
આજે અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
8 ઓગસ્ટે સાબરકાંઠા અને અરવલ્લીમાં યલો એલર્ટ
8 ઓગસ્ટે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે.
9 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા
9 ઓગસ્ટે બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ વિસ્તાર સહિત સમગ્ર બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
માછીમારો માટે મહત્વની સૂચના
Gujarat Rain: દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શક્યતાને કારણે હવામાન વિભાગે માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સલાહ આપી છે.
આ પણ વાંચો: 10-20 રૂપિયાની પ્લાસ્ટિકની નવી નોટો બજારમાં ક્યારે આવશે? જાણો સંપુર્ણ માહિતી
ભારે વરસાદ હોય તો લોકોએ શું કરવું?
- હવામાન વિભાગની સત્તાવાર આગાહી પર સતત નજર રાખો.
- ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળો.
- નદી, તળાવ અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળો.
- વીજળીના કડાકા દરમિયાન ખુલ્લા મેદાનોમાં ઉભા ન રહો.
- સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરો.





