27.3 C
New York
Saturday, August 8, 2026

Buy now

spot_img
Home મારૂ વાવ થરાદ વાવ Bhathvar–Dedava Road Water Issue: ભાટવર–ડેડાવા રોડ પર વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા, 400...

Bhathvar–Dedava Road Water Issue: ભાટવર–ડેડાવા રોડ પર વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા, 400 ખેડૂતોને ભારે હાલાકી, કાયમી ઉકેલની માંગ

0
258
Bhathvar–Dedava Road Water Issue
Bhathvar–Dedava Road Water Issue

Bhathvar–Dedava Road Water Issue વાવ તાલુકાના ભાટવર ગામના ગ્રામજનોએ વર્ષોથી ચાલતી પાણી ભરાવાની ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ભાટવર ગામથી ડેડાવા જતો માર્ગ વર્ષ 2015થી દર ચોમાસામાં પાણીમાં ગરકાવ થઈ જાય છે.

જ્યારે પણ વિસ્તારમાં ભારે વરસાદ પડે છે ત્યારે આ રોડ પર અંદાજે 3થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ જાય છે, જેના કારણે માર્ગ ચારથી પાંચ મહિના સુધી સંપૂર્ણપણે બંધ રહે છે. આ માર્ગ ભાટવર ગામના આશરે 400 ખેડૂતો માટે ખેતરો સુધી પહોંચવાનો મુખ્ય રસ્તો હોવાથી ખેતી અને દૈનિક અવરજવરમાં ભારે મુશ્કેલીઓ સર્જાય છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ આસપાસના ગામોનું વરસાદી પાણી ભાટવર ગામના તળાવમાં આવી પહોંચે છે, પરંતુ ત્યાંથી આગળ પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે એકસરખી પરિસ્થિતિ સર્જાય છે. માત્ર ખેડૂતો જ નહીં, પરંતુ ગામના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જતું હોવાથી જનજીવન પ્રભાવિત બને છે.

ગ્રામજનોએ વહીવટી તંત્રને વિનંતી કરી છે કે રસ્તા પર ભરાયેલા પાણીનો તાત્કાલિક નિકાલ કરીને માર્ગ ફરી શરૂ કરવામાં આવે તેમજ ભવિષ્યમાં દર વર્ષે સર્જાતી આ સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ લાવવામાં આવે. યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા, પાણીના નિકાલ માટે કેનાલ અથવા કલ્વર્ટ જેવી સુવિધા ઉભી કરવામાં આવે તો ખેડૂતો અને સ્થાનિક લોકોને લાંબા સમયથી ભોગવવી પડતી મુશ્કેલીમાંથી રાહત મળી શકે.

Bhathvar–Dedava Road Water Issue

Bhathvar–Dedava Road Water Issue

Home Page : Click Here

Instagram Page : Click Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here