IPS Mausam Mehta: ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા 10 IPS અને SPS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકનો હુમક કરવામાં આવ્યો છે. જેમાં વર્ષ 2023 અને 2024 બેચના ચાર IPS અધિકારીઓને મદદનીશ પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ(ASP) તરીકે વિવિધ ડિવિઝનમાં જવાબદારી સોંપાઈ છે.
દિયોદરમાં નવા ASP અધિકારીની બદલી – IPS Mausam Mehta
જેમાં IPS અધિકારી મૌસમ હર્ષદભાઈ મહેતાની વાવ થરાદ જિલ્લાના દિયોદર ડિવિઝનમાં ASP તરીકે બદલી કરવામાં આવી છે. જે અગાઉ ભાવનગર જિલ્લાના તળાજા અને સિહોર ખાતે સુપરન્યુમરરી આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (Supernumerary ASP) તરીકે ફરજ બજાવતા હતા.
આ પણ વાંચો: થરાદમાં પોલીસ પરિવારનો ભવ્ય ગણપતિ મહોત્સવ, નાગરિકો માટે યોજાશે જનજાગૃતિ કાર્યક્રમો
બીજા કયા અધિકારીઓની બદલી થઈ
ગૃહ વિભાગ અનુસાર, IPS માનસી આર. મીણાને અમદાવાદ જિલ્લાના વિરમગામ ડિવિઝન, IPS મૌસમ મહેતાને વાવ-થરાદના દિયોદર ડિવિઝન, IPS પ્રખર કુમારને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ડિવિઝન અને IPS કરણકુમાર પન્નાને દાહોદ જિલ્લાના લીમખેડા ડિવિઝન ખાતે ASP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

