27.3 C
New York
Saturday, August 8, 2026

Buy now

spot_img
Home મારૂ વાવ થરાદ 10-20 રૂપિયાની પ્લાસ્ટિકની નવી નોટો બજારમાં ક્યારે આવશે? જાણો સંપુર્ણ માહિતી: RBI...

10-20 રૂપિયાની પ્લાસ્ટિકની નવી નોટો બજારમાં ક્યારે આવશે? જાણો સંપુર્ણ માહિતી: RBI Plastic Currency Notes

0
110
RBI Plastic Currency Notes
RBI Plastic Currency Notes

RBI Plastic Currency Notes: ભારતમાં ટૂંક સમયમાં ₹10 અને ₹20ની પ્લાસ્ટિક (પોલિમર) નોટો જોવા મળી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે મોટી જાહેરાત કરતાં જણાવ્યું કે જો હાલ ચાલી રહેલા ફિલ્ડ ટ્રાયલ સફળ રહેશે તો આગામી નાણાકીય વર્ષ (FY 2027-28)ની શરૂઆતમાં પોલિમર નોટો તબક્કાવાર ચલણમાં મૂકવાનો RBIનો લક્ષ્ય છે.

શું છે RBIની નવી યોજના? – RBI Plastic Currency Notes

RBI હાલમાં ₹10 અને ₹20ની પોલિમર નોટોનું ફિલ્ડ ટ્રાયલ કરી રહી છે. આ ટ્રાયલ દરમિયાન નોટોની ટકાઉપણું, સુરક્ષા, પ્રિન્ટિંગની ગુણવત્તા અને ભારતીય હવામાનમાં તેની ઉપયોગિતા ચકાસવામાં આવશે. ટ્રાયલ સફળ રહેશે તો જ મોટા પાયે આ નોટો બજારમાં લાવવામાં આવશે

શા માટે લાવવામાં આવી રહી છે પ્લાસ્ટિકની નોટો?

RBIના જણાવ્યા અનુસાર પોલિમર નોટોના ઘણા ફાયદા છે:

  • કાગળની નોટ કરતાં વધુ ટકાઉ.
  • પાણી અને ભેજથી ઓછું નુકસાન.
  • સરળતાથી ફાટતી નથી.
  • નકલી નોટો બનાવવી વધુ મુશ્કેલ.
  • વારંવાર નવી નોટો છાપવાનો ખર્ચ ઘટી શકે છે.

શું હાલની કાગળની નોટો બંધ થઈ જશે?

ના. RBIએ સ્પષ્ટ કર્યું છે કે હાલ કાગળની નોટો બંધ કરવાની કોઈ યોજના નથી. જો પોલિમર નોટો રજૂ થશે તો પણ શરૂઆતમાં બંને પ્રકારની નોટો એકસાથે ચલણમાં રહેશે.

આ પણ વાંચો: ભાટવર–ડેડાવા રોડ પર વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા, 400 ખેડૂતોને ભારે હાલાકી, કાયમી ઉકેલની માંગ

આગળ શું?

RBI Plastic Currency Notes: જો ₹10 અને ₹20ની પોલિમર નોટોનો પ્રયોગ સફળ રહેશે તો ભવિષ્યમાં ₹100 અને ₹500 જેવી અન્ય નોટોમાં પણ આ ટેક્નોલોજી અપનાવવા અંગે વિચાર થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here