Mosquitoes Bite You?: શું તમારી સાથે પણ આવું થાય છે કે તમે અને તમારા મિત્રો એક જ જગ્યાએ બેઠા હોય, પરંતુ મચ્છર જાણે તમને જ શોધીને કરડતા હોય?
Mosquitoes Bite You?
આવું માત્ર તમારું વહેમ નથી. કેટલાક લોકો ખરેખર મચ્છર માટે બીજા લોકો કરતાં વધારે આકર્ષક હોય છે. મચ્છર આપણને જોઈને નહીં, પરંતુ શરીરમાંથી નીકળતા કેટલાક સંકેતોને આધારે શિકાર શોધે છે.
ચાલો સરળ દેશી ભાષામાં સમજીએ કે મચ્છર તમને વધારે કેમ કરડી શકે છે.
1. તમે શ્વાસમાં વધારે CO₂ છોડો છો
મચ્છરને આપણે શ્વાસ બહાર કાઢીએ ત્યારે નીકળતો કાર્બન ડાયોક્સાઇડ (CO₂) દૂરથી જ ઓળખાય છે.એટલે જે વ્યક્તિ વધારે CO₂ બહાર છોડે છે, તેની તરફ મચ્છર આકર્ષાઈ શકે છે. શરીરનું કદ, શારીરિક પ્રવૃત્તિ વગેરેના કારણે વ્યક્તિ પ્રમાણે આમાં ફરક પડી શકે છે.
2. શરીરની ગરમી અને પરસેવો
મચ્છરને શરીરની ગરમી પણ આકર્ષી શકે છે. ગરમીમાં બહાર કામ કર્યા પછી અથવા કસરત કર્યા પછી પરસેવો થાય ત્યારે શરીરમાંથી વિવિધ ગંધવાળા રસાયણો બહાર આવે છે.આ ગંધ મચ્છરને તમારી તરફ ખેંચી શકે છે.
એટલે ગરમીમાં પરસેવો થયા બાદ મચ્છર વધારે પરેશાન કરે એવું તમને લાગતું હોય તો એનું એક કારણ આ પણ હોઈ શકે.
3. શરીરની ખાસ ગંધ
દરેક વ્યક્તિના શરીરની કુદરતી ગંધ અલગ હોય છે.પરસેવો, ત્વચા પરના રસાયણો અને શરીર પર રહેતા સૂક્ષ્મજીવોના કારણે બનતી ગંધ મચ્છરને આકર્ષવામાં ભૂમિકા ભજવી શકે છે.
એટલે એક જ રૂમમાં પાંચ લોકો બેઠા હોય અને મચ્છર એક વ્યક્તિની આસપાસ વધારે ફરતા હોય એવું જોવા મળી શકે છે.
4. બ્લડ ગ્રુપથી પણ ફરક પડી શકે?
અહીં એક રસપ્રદ વાત છે.કેટલાક સંશોધનોમાં જોવા મળ્યું છે કે મચ્છરની કેટલીક પ્રજાતિઓ O બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને A બ્લડ ગ્રુપ કરતાં વધુ પસંદ કરી શકે છે.પરંતુ તેનો અર્થ એવો નથી કે દરેક મચ્છર માત્ર બ્લડ ગ્રુપ જોઈને જ તમને કરડે છે. મચ્છર કોને પસંદ કરશે તેમાં શરીરની ગંધ, CO₂, ગરમી સહિત અનેક બાબતો ભાગ ભજવે છે.
5. તમારી ત્વચા પરના બેક્ટેરિયા પણ કારણ બની શકે
આપણી ત્વચા પર અનેક પ્રકારના કુદરતી બેક્ટેરિયા રહે છે.આ બેક્ટેરિયા ત્વચા પરની કેટલીક વસ્તુઓને તોડીને અલગ પ્રકારના રસાયણો બનાવે છે. આથી વ્યક્તિની શરીરની ગંધમાં ફરક પડે છે અને મચ્છરને કોઈ વ્યક્તિ બીજા કરતાં વધુ આકર્ષક લાગી શકે છે.
6. ગર્ભાવસ્થામાં મચ્છર વધારે કેમ કરડે?
ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં કેટલાક ફેરફાર થાય છે અને શરીરનું તાપમાન તથા શ્વાસમાંથી નીકળતો CO₂ પણ બદલાઈ શકે છે.
આ કારણે ગર્ભવતી મહિલાઓ મચ્છર માટે વધારે આકર્ષક બની શકે છે.
આ પણ વાંચો: 2027ની મોટી ભવિષ્યવાણી, આ વર્ષે થશે આ 5 મોટી ઘટનાઓ? જાણો શું કહે છે જ્યોતિષીઓ
મચ્છરથી બચવા શું કરવું?
Mosquitoes Bite You?: મચ્છરથી બચવા માટે માત્ર અગરબત્તી કે સ્પ્રે પર આધાર રાખવાને બદલે આસપાસનું વાતાવરણ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે.
- રાત્રે શક્ય હોય તો આખા શરીરને ઢાંકે તેવા કપડાં પહેરો.
- જરૂર પડે ત્યારે મચ્છર ભગાડનાર રિપેલેન્ટનો ઉપયોગ કરો.
- ઘરની આસપાસ પાણી ભરાઈ રહેવા ન દો.કુલર, વાસણ, ટાંકી વગેરેમાં ભરાયેલું પાણી નિયમિત રીતે સાફ કરો.
- બારી-બારણાં પર મચ્છરદાની/સ્ક્રીનનો ઉપયોગ કરો.
- સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ પણ અસરકારક ઉપાય છે.






Best