22.3 C
New York
Sunday, August 16, 2026

Buy now

spot_img
Home ગુજરાત જો 15 ઓગસ્ટ સુધી e-KYC નહી કરાવો તો ગેસ સબસિડી બંધ થઈ...

જો 15 ઓગસ્ટ સુધી e-KYC નહી કરાવો તો ગેસ સબસિડી બંધ થઈ શકે છે, જાણો મોબાઇલથી e-KYC કેવી રીતે કરશો – LPG e-Kyc

1
207
LPG e-Kyc

LPG e-Kyc Last Date:LPG ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. ગેસ એજન્સીઓ ગ્રાહકોને 15 ઓગસ્ટ સુધીમાં તેમના e-KYC પૂર્ણ કરવા વિનંતી કરી રહી છે. એજન્સી ઓપરેટરોના જણાવ્યા મુજબ, જે ગ્રાહકો નિર્ધારિત સમયમર્યાદામાં e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહી આવે તો તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે; સબસિડીના લાભો પર અસર થઈ શકે છે, પરંતુ ગેસ કનેક્શન પણ અસ્થાયી રૂપે બંધ થઈ શકે છે. આવી સ્થિતિમાં, ગ્રાહકોને ઘરેલુ ગેસ સિલિન્ડર માટે વધુ કિંમત ચૂકવવી પડી શકે છે. ગેસ એજન્સી ઓપરેટરોએ જણાવ્યું હતું કે LPG e-KYCનો ઉદ્દેશ્ય નકલી અને નિષ્ક્રિય કનેક્શનોને ઓળખવાનો અને ગેસ સિલિન્ડરના કાળાબજારને રોકવાનો છે, સાથે સાથે સબસિડીના લાભો પાત્ર ગ્રાહકો સુધી પહોંચે તે પણ સુનિશ્ચિત કરવાનો છે.

15 ઓગસ્ટ પછી e-KYC વગરના ગ્રાહકો માટે રિફિલ સિલિન્ડરનું બુકિંગ અને ડિલિવરી બંધ થઈ શકે છે. આ માટે ગ્રાહકોએ એજન્સી પર જવાની જરૂર નથી, કારણ કે ઘરેબેઠા જ મોબાઈલ કે લેપટોપ દ્વારા જ 3 સરળ રીતોથી e-KYC પૂર્ણ કરી શકાય છે.

મોબાઇલ એપ્લિકેશન દ્વારા e-KYC કરવાની રીત- LPG e-Kyc

  • સૌથી પહેલા તમારા ફોનમાં પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી તમારી ગેસ કંપનીની ઓફિસિયલ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
  • LPG કનેક્શન સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દ્વારા લોગ ઇન કરો.
  • ફેસ વેરિફિકેશન માટે ફોનમાં Aadhaar FaceRD એપ્લિકેશન ડાઉનલોડ કરો.
  • ગેસ કંપનીની એપ્લિકેશનમાં પ્રોફાઇલ સેક્શનમાં જઈ e-KYC / Re-KYC ઓપ્શન પર ક્લિક કરો.
  • કેમેરા સામે ચહેરો રાખીને ફેશિયલ વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરો.
  • મોબાઈલ પર આવેલો OTP દાખલ કરી સબમિટ કરો.

ઓફિસિયલ વેબસાઇટ દ્વારા e-KYC કરવાની પ્રક્રિયા

  • ઈન્ટરનેટ બ્રાઉઝર કે લેપટોપ દ્વારા LPG e-KYC કરવા માટેના સ્ટેપ્સ.
  • સત્તાવાર પોર્ટલ mylpg.in અથવા તમારી ગેસ કંપનીની વેબસાઇટ પર જાઓ.
  • mylpg.in પર જમણી બાજુ આપેલી ગેસ કંપનીઓમાંથી તમારી કંપની પસંદ કરી લોગ ઇન કરો.
  • ડેશબોર્ડ અથવા સર્વિસ વિભાગમાં જઈ “Check e-KYC Status” અથવા “Submit e-KYC” ઓપ્શન પસંદ કરો.
  • રજિસ્ટર્ડ નંબર પર આવેલો OTP ઉમેરીને વિગતોની ચકાસણી કરો અને ફોર્મ સબમિટ કરો.

આ પણ વાચોં: હવે ઘરે બેઠા મોબાઇલથી જ બનાવો આયુષ્માન કાર્ડ, અહીથી જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

સિલિન્ડર ડિલિવરી વખતે e-KYC પૂર્ણ કરો

  • જે ગ્રાહકો પાસે સ્માર્ટફોન કે ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ નથી, તેઓ આ રીત અપનાવી શકે છે.
  • જ્યારે ડિલિવરી પર્સન ઘરે સિલિન્ડર આપવા આવે, ત્યારે તેમને e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવો.
  • ડિલિવરી પર્સન તેમના POS મશીન અથવા મોબાઇલ એપ્લિકેશન દ્વારા બાયોમેટ્રિક/ચકાસણી કરીને તમારું e-KYC સ્થળ પર જ પૂર્ણ કરી આપશે.

મહત્વપૂર્ણ નોંધ: જો તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર બદલાઈ ગયો હોય અથવા આધારકાર્ડની વિગતોમાં કોઈ સુધારો કરવાનો હોય, તો વિગતો અપડેટ કરાવવા માટે નજીકની ગેસ એજન્સીની રૂબરૂ મુલાકાત લેવી પડશે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here