બનાસકાંઠામાં બનશે અનોખું ‘મહા વનકવચ’! ત્રિશૂળ અને બિલીપત્ર થીમ પર નિર્માણ, 74થી વધુ મહત્વપૂર્ણ વૃક્ષ પ્રજાતિઓનું વાવેતર કરાશે – Maha Van Kavach

Maha Van Kavach Project: બનાસકાંઠાના બાલારામમાં પર્યાવરણ અને પ્રવાસનને જોડતી એક મહત્વની પહેલ હાથ ધરવામાં આવી રહી છે. બાલારામ મહાદેવ મંદિર નજીક આશરે 10 હેક્ટર વિસ્તારમાં ‘મહા વનકવચ’ વિકસાવવામાં આવશે. આ વનને ખાસ કરીને ત્રિશૂળ અને બિલીપત્રની થીમ સાથે વિકસાવવાની યોજના છે.

આ વિસ્તારમાં 74થી વધુ સ્થાનિક અને પર્યાવરણની દૃષ્ટિએ મહત્વપૂર્ણ વૃક્ષ પ્રજાતિઓનું વાવેતર કરવામાં આવશે. હેતુ માત્ર હરિયાળી વધારવાનો નથી, પરંતુ પક્ષીઓ, નાના પ્રાણીઓ અને અન્ય જીવસૃષ્ટિ માટે કુદરતી રહેઠાણ ઊભું કરવાનો પણ છે.

લોકો પોતાના ખાસ પ્રસંગે કરી શકશે વૃક્ષારોપણ – Maha Van Kavach

Maha Van Kavach: ‘મહા વનકવચ’ માં સામાન્ય લોકોને પણ જોડવામાં આવશે. લોકો પોતાના જન્મદિવસ કે પરિવારના અન્ય ખાસ પ્રસંગે અહીં આવીને વૃક્ષારોપણ કરી શકશે. વન વિભાગ દ્વારા વૃક્ષો ઉપલબ્ધ કરાવવામાં આવશે, જ્યારે તેનું વાવેતર નાગરિકો કરી શકશે અને બાદમાં તેની જાળવણીની જવાબદારી વન વિભાગ સંભાળશે.

દરેક વૃક્ષની માહિતી QR કોડથી મળશે

આ પ્રોજેક્ટની ખાસ વાત એ હશે કે અહીં વાવવામાં આવતા વૃક્ષોની ઓળખ અને તેના મહત્વની માહિતી QR કોડ દ્વારા મેળવી શકાશે. મુલાકાતીઓ QR કોડ સ્કેન કરીને વૃક્ષની ઓળખ, તેના ગુણધર્મો તેમજ તેના પર્યાવરણીય અને ઔષધીય મહત્વ વિશે જાણી શકશે.

બાલારામ વિસ્તારમાં જૈવવિવિધતા જાળવવા માટે પણ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. સ્થાનિક વન્યજીવો અને દુર્લભ પક્ષીઓના સંવર્ધન માટે પ્રયાસો કરવામાં આવશે. આ ઉપરાંત ભવિષ્યમાં બ્રિડિંગ સેન્ટર અને ઇન્ટરપ્રિટેશન સેન્ટર વિકસાવવાની પણ યોજના છે, જેથી લોકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને સ્થાનિક વન્યજીવનને નજીકથી સમજવાની તક મળે.

પ્રવાસનને પણ મળશે વેગ

બાલારામ મહાદેવ મંદિર સહિત આસપાસના ધાર્મિક અને કુદરતી સ્થળોને જોડીને સમગ્ર વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની કામગીરી ચાલી રહી છે. બાલારામમાં આશરે ₹25 કરોડના પ્રવાસન વિકાસના કામો પણ હાથ ધરવામાં આવ્યા છે. નડાબેટ, ઝૂ અને નાઈટ સફારી જેવા પ્રવાસન સ્થળો સાથે બાલારામને જોડીને ભવિષ્યમાં વન્યજીવ અને સફારી ટુરિઝમને પણ વેગ આપવાનો પ્રયાસ છે.

આ પણ વાચો: SBI બેંકની જોરદાર સ્કીમ, દર મહિને 600 રુપિયા જમા કરાવો અને મળશે 1 લાખ રુપિયા, જાણો સંંપુર્ણ સ્કિમ વિશે

બાળકો માટે બનશે કુદરતી શિક્ષણનું કેન્દ્ર

Maha Van Kavach: ‘મહા વનકવચ’ને માત્ર ફરવા માટેનું સ્થળ નહીં, પરંતુ બાળકો અને વિદ્યાર્થીઓ માટે કુદરતને સમજવાનું કેન્દ્ર બનાવવાનો પણ ઉદ્દેશ છે. લીમડો, શીશમ, ખેર સહિતની સ્થાનિક પ્રજાતિઓને ઓળખવાની અને તેમના પર્યાવરણીય તથા ઔષધીય મહત્વ વિશે જાણવાની તક અહીં મળશે.

બનાસકાંઠામાં હરિયાળી વધારવાનો પ્રયાસ

પર્યાવરણ સંરક્ષણમાં લોકોની ભાગીદારી વધારવા માટે વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓને પણ વૃક્ષારોપણ સાથે જોડાવા અપીલ કરવામાં આવી છે. આ સમગ્ર પહેલનો મુખ્ય હેતુ હરિયાળી, જૈવવિવિધતા, પર્યાવરણ સંરક્ષણ અને પ્રવાસન—આ ચારેયને એકસાથે આગળ વધારવાનો છે.

વધુ વાચોં

Stay Connected

12,200FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img