Best Teacher Award Vav Tharad: વાવ-થરાદ જિલ્લામાં વર્ષ 2026 માટે આપવામાં આવનાર શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી અને સેવાઓને ધ્યાનમાં રાખીને જિલ્લા કક્ષાએ 3 અને તાલુકા કક્ષાએ કુલ 11 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.
જિલ્લા કક્ષાએ પસંદ થયેલા શિક્ષકોમાં પ્રાથમિક શિક્ષક કેટેગરીમાં પંચાલ મયૂરી નટવરભાઈ, ઉચ્ચતર માધ્યમિક કેટેગરીમાં બારોટ નીતેશકુમાર તળશીભાઈ અને HTAT મુખ્ય શિક્ષક કેટેગરીમાં પટેલ છોગાભાઈ વિક્રમજીનો સમાવેશ થાય છે.
તાલુકા કક્ષાએ 11 શિક્ષકોની પસંદગી – Best Teacher Award
તાલુકા કક્ષાએ થરાદ, વાવ, લાખણી, ધરણીધર, સુઈગામ અને દિયોદર સહિતના તાલુકાઓમાંથી કુલ 11 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.
પસંદ થયેલા શિક્ષકોમાં
- પંડ્યા રાજેશકુમાર જયરામભાઈ,
- પટેલ પરખાભાઈ દરબારભાઈ,
- ચૌહાણ ઈશ્વરભાઈ હેમાભાઈ,
- ચંદરાવ ધુલતકુમાર પ્રવિણભાઈ,
- મકવાણા નરેશભાઈ રમેશભાઈ,
- પરમાર જેવતાભાઈ લખધીરભાઈ,
- દેસાઈ નાગજીભાઈ ડાહાભાઈ,
- ચૌધરી દલાભાઈ વેલાભાઈ,
- ચૌધરી રમેશભાઈ લખધીરભાઈ,
- પટેલ નૂતનકુમાર ડાહાભાઈ અને
- શાહ શ્રુતિકાન્ત વિજયભાઈનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: બેંક ઓફ બરોડામાં નોકરીની મોટી તક! 85 હજાર સુધી પગાર મળશે, અહીથી જાણો સંપુર્ણ માહિતી
શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોની મહેનત, નવીન કામગીરી અને વિદ્યાર્થીઓ માટેની સેવાઓને બિરદાવવા માટે દર વર્ષે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવામાં આવે છે. વાવ-થરાદ જિલ્લામાં પણ આ વર્ષે પસંદ થયેલા શિક્ષકોને તેમના યોગદાન બદલ સન્માનિત કરવામાં આવશે.

