Gold-Silver Price Today: અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે 21 ઓગસ્ટે સોના અને ચાંદીના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓના ભાવ વધતા તેની અસર ભારતીય બજારમાં પણ જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે સોનું ફરી એક વખત ₹1.60 લાખ પ્રતિ 10 ગ્રામની આસપાસ પહોંચી ગયું છે, જ્યારે ચાંદીનો ભાવ પણ ₹2.45 લાખ પ્રતિ કિલોગ્રામની નજીક પહોંચી ગયો છે.
સોનાના ભાવમાં કેટલો વધારો? – Gold-Silver Price
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં 0.33%નો વધારો નોંધાયો હતો. સોનું લગભગ $4,586.40 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. ભારતીય વાયદા બજાર એટલે કે MCX પર પણ સોનામાં તેજી જોવા મળી. સોનાનો ભાવ આશરે ₹292 વધીને ₹1,59,601 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો હતો. જ્યારે ભારતીય બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ લગભગ ₹1,60,030 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું આશરે ₹1,46,694 પ્રતિ 10 ગ્રામ નોંધાયું હતું.
ચાંદી પણ ચમકી
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ સારો ઉછાળો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવમાં આશરે 1.07%નો વધારો થયો હતો અને તે લગભગ $68.835 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી હતી. MCX પર ચાંદીનો ભાવ લગભગ ₹1,251 વધીને ₹2,44,494 પ્રતિ કિલોગ્રામ થયો હતો. જ્યારે ભારતીય બજારમાં ચાંદીનો ભાવ આશરે ₹2,45,670 પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચ્યો હતો.
Gold-Silver Price અહીથી સોના ચાંદીના ભાવ જોઇએ શકાશે
18 કેરેટ સોનાનો ભાવ કેટલો?
Gold-Silver Price: જો તમે 18 કેરેટ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેનો ભાવ પણ વધ્યો છે. ઉપલબ્ધ બજાર ભાવ મુજબ 18 કેરેટ સોનું આશરે ₹1,20,890 પ્રતિ 10 ગ્રામ આસપાસ હતું.
આ પણ વાચો: બેંક ઓફ બરોડામાં નોકરીની મોટી તક! 85 હજાર સુધી પગાર મળશે, અહીથી જાણો સંપુર્ણ માહિતી
ખરીદી કરતા પહેલા આ વાત ધ્યાનમાં રાખજો
સોના-ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળતો હોય છે. ઉપર જણાવેલા ભાવ બજારના ચોક્કસ સમયના છે અને શહેર, જ્વેલર, GST, મેકિંગ ચાર્જ તથા અન્ય ચાર્જ પ્રમાણે તમને ચૂકવવાનો અંતિમ ભાવ અલગ હોઈ શકે છે. એટલે જો તમે આજે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો ખરીદી કરતા પહેલા તમારા સ્થાનિક જ્વેલર પાસેથી તાજો ભાવ ચોક્કસ જાણી લેવો.

