Lions Club Tharad: થરાદ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓના પરિવારને મદદરૂપ થવાના હેતુથી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા 60 કરિયાણા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી અને ડિસ્ટ્રિક 3232બી 1ના ડિસ્ટ્રિક ગવર્નર ગીરવાનભાઈ મહેતાની ટીમના સહયોગથી આ સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ દરમિયાન સફાઈ કર્મચારીઓને એક-એક કરિયાણા કીટ આપવામાં આવી હતી. આ તમામ કીટની કુલ કિંમત આશરે રૂ.75 હજાર હોવાનું જણાવાયું છે. કીટમાં એક પરિવારને આશરે એક મહિના સુધી ઉપયોગી થઈ શકે તેટલો રાશનનો જથ્થો આપવામાં આવ્યો હતો.
સફાઈ કર્મચારીઓ માટે સેવાભાવનું કાર્ય – Lions Club Tharad
શહેરની સ્વચ્છતા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવતા સફાઈ કર્મચારીઓ અને તેમના પરિવારને સહાય મળી રહે તે હેતુથી આ પહેલ કરવામાં આવી હતી. લાયન્સ ક્લબ(Lions Club) દ્વારા કરવામાં આવેલી આ કામગીરીથી સફાઈ કર્મચારીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી.
લાયન્સ ક્લબના સભ્યો રહ્યા ઉપસ્થિત
કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના પ્રમુખ ગુમાનપૂરી ગોસ્વામી, ઝોન ચેરમેન કીર્તિભાઈ આચાર્ય, ડિસ્ટ્રિક ઓફિસર ડૉ. રિતેશભાઈ પ્રજાપતિ, દશરથભાઈ સોની, સોનલબેન પ્રજાપતિ અને સુરેશભાઈ સોની સહિત લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત થરાદ નગરપાલિકાના હિરજીભાઈ પટેલ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
આ પણ વાચોં: થરાદના શિવનગરની ‘સુફ શાલ’ PM મોદીને અર્પણ: વાવ-થરાદની પેઢીઓ જૂની હસ્તકળા પહોંચી રાષ્ટ્રીય મંચ પર
ડિસ્ટ્રિક ટીમના હોદ્દેદારો પણ જોડાયા
લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક 3232બી 1 તરફથી ડિસ્ટ્રિક ગવર્નર ગીરવાનભાઈ મહેતા, ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક ગવર્નર જે.બી. રાવ, ડિસ્ટ્રિક સેક્રેટરી પંકજભાઈ શાહ, ડૉ. મનુભાઈ કુબાવત, કેતનભાઈ ઝાલમોરા, નટવરસિંહ ચૌહાણ અને આર.કે. પટેરિયા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

