Ganesh Chaturthi 2026 : દર વર્ષની જેમ, આ વર્ષે પણ સમગ્ર દેશમાં ગણેશોત્સવન ચાલુ થઈ ગયો છે. સનાતન ધર્મમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ શુભ દિવસે, લોકો વિધિવત રીતે વિઘ્નહર્તા ભગવાન ગણેશની મૂર્તિઓની પોતાના ઘરોમાં અને વિવિધ ગણેશ મંડળો જાહેર જગ્યાએ સ્થાપના કરે છે.
ગણેશજીની પૂજા કરતી વખતે આ નિયમોનું પાલન કરો – Ganesh Chaturthi 2026
શાસ્ત્રો અને ધાર્મિક માન્યતાઓ સ્પષ્ટપણે જણાવે છે કે ભગવાન ગણેશની પૂજા કરતી વખતે ચોક્કસ નિયમોનું પાલન કરવું અત્યંત આવશ્યક છે. જેમાં ભગવાન ગણેશની પૂજા કરતી વખતે શરીર અને પૂજા સ્થાનની સ્વચ્છતા રાખવી, સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરવા અને શ્રદ્ધાપૂર્વક પૂજા કરવી જોઈએ. ગણેશજીને દૂર્વા, લાલ ફૂલ, ચંદન, કંકુ, અક્ષત તથા મોદક અથવા લાડુનો પ્રસાદ અર્પણ કરી શકાય. પૂજા દરમિયાન ‘ૐ ગં ગણપતયે નમઃ’ મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. ગણેશજીને સામાન્ય રીતે તુલસીના પાન અર્પણ કરવામાં આવતા નથી. પૂજા કરતી વખતે મનમાં શ્રદ્ધા રાખવી અને ક્રોધ કે અપશબ્દોથી દૂર રહેવું પણ મહત્વનું માનવામાં આવે છે.
બાપ્પાને ભોગ ધરાવતી વખતે આ ભૂલો ન કરતા
ભગવાન ગણેશ માટે ભોગ અને પ્રસાદ બનાવતી વખતે સ્વચ્છતા અને શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પ્રસાદ બનાવતા પહેલાં રસોડું અને વાસણો સ્વચ્છ રાખવા, સ્નાન કરીને શક્ય હોય તો સ્વચ્છ વસ્ત્રોમાં પ્રસાદ તૈયાર કરવો.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, કોઈપણ દેવતાની પૂજા અને ભોગમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ સખત રીતે વર્જિત છે. તેથી, ગણેશ ચતુર્થી દરમિયાન ઘરે બાપ્પા માટે વિશેષ પ્રસાદ કે સાત્વિક ભોજન તૈયાર કરતી વખતે એ સુનિશ્ચિત કરો કે કોઈપણ સંજોગોમાં ડુંગળી કે લસણનો ઉપયોગ ન થાય.
ભોગમાં મોદક, લાડુ, ફળ જેવી સાત્વિક વસ્તુઓ રાખી શકાય. પ્રસાદ બનાવતી વખતે તેને ચાખવું નહીં અને તૈયાર થયા પછી સૌપ્રથમ ભગવાન ગણેશને અર્પણ કરીને ત્યારબાદ પરિવારજનો અને ભક્તોમાં વહેંચવો. આમ કરવાથી દેવતા પ્રસન્ન થાય છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે.
આ પણ વાંચો: ગણેશ ચતુર્થી 14 કે 15 સપ્ટેમ્બર? મૂંઝવણનો અંત, જાણો સાચી તારીખ અને સ્થાપનાનો મુહૂર્ત
બાપ્પાને આ રંગના વસ્ત્રો પહેરાવવાનું ટાળો
ગણેશજીની પૂજામાં વસ્ત્રોના રંગને પણ શુભ માનવામાં આવે છે. પરંપરાગત માન્યતા મુજબ કાળા રંગના વસ્ત્રો બાપ્પાને પહેરાવવાનું ટાળવામાં આવે છે, જ્યારે લાલ, પીળા અને કેસરી રંગના વસ્ત્રો શુભ માનવામાં આવે છે. આ રંગોના વસ્ત્રોમાં બાપ્પા ખરેખર મનોહર લાગે છે.
ગણેશજીને તુલસી અર્પણ ના કરવી તેમજ કયા ફૂલો ચડાવા
ગણેશજીને પૂજામાં તુલસીના પાન અર્પણ કરવામાં આવતા નથી, એવી શાસ્ત્રીય માન્યતા છે. તેની પાછળ ગણેશજી અને તુલસી સાથે જોડાયેલી પૌરાણિક કથા પણ છે. જોકે ગણેશજીને દૂર્વા, લાલ જાસૂદ સહિતના વિવિધ પુષ્પો અર્પણ કરી શકાય છે. ખાસ કરીને દૂર્વા ગણેશજીને અત્યંત પ્રિય માનવામાં આવે છે.

