ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર! સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવશે – Sujalam Sufalam Yojana

Sujalam Sufalam Yojana: ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ઊભા પાકને લઈને ખેડૂતોની ચિંતા વધી છે. ત્યારે રાજ્ય સરકારે ખેડૂતોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુજલામ સુફલામ યોજના હેઠળ 20 ઓગસ્ટ, 2026થી ઉત્તર ગુજરાતમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે.

મુખ્યમંત્રી સાથે વાતચીત બાદ નિર્ણય – Sujalam Sufalam Yojana

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ અમેરિકાના પ્રવાસે છે. દરમિયાન વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદની સ્થિતિ અને ખેડૂતોની પાણીની જરૂરિયાત અંગે રજૂઆત કરી હતી. આ બાદ સિંચાઈ વિભાગને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોવાનું જણાવાયું છે.

વરસાદ ખેંચાતા પાકને પાણીની જરૂર

ઉત્તર ગુજરાતમાં ઘણા ખેડૂતોની ખેતી વરસાદ ઉપરાંત નહેર, તળાવ અને ભૂગર્ભ જળ પર આધારિત છે. વાવણી બાદ લાંબો વરસાદી વિરામ આવે ત્યારે પાકના વિકાસ માટે સિંચાઈની જરૂરિયાત વધી જાય છે. આ સ્થિતિમાં નહેરનું પાણી સમયસર ખેતરો સુધી પહોંચે તો ખેડૂતોને પાક બચાવવામાં મદદ મળી શકે છે અને મોંઘી વૈકલ્પિક સિંચાઈનો ખર્ચ પણ ઘટી શકે છે.

આ પણ વાચો: અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, હવે 15 દિવસના ભાડામાં 30 દિવસ મુસાફરી, જાણો સંપુર્ણ માહીતી

સુજલામ સુફલામથી જળસંગ્રહને પણ વેગ

સુજલામ સુફલામ જળ અભિયાન(Sujalam Sufalam Yojana) હેઠળ તળાવો ઊંડા કરવા, વરસાદી પાણીનો સંગ્રહ અને ભૂગર્ભ જળ રિચાર્જ જેવા કામો કરવામાં આવે છે. સરકારના જણાવ્યા મુજબ 2026ના અભિયાનથી રાજ્યની જળસંગ્રહ ક્ષમતામાં 20,789 લાખ ઘનફૂટનો વધારો થયો છે. હવે ખેડૂતોની નજર 20 ઓગસ્ટથી શરૂ થનારી પાણી છોડવાની પ્રક્રિયા પર છે. પાણી વાસ્તવમાં કયા વિસ્તારો સુધી પહોંચે છે અને ઊભા પાકને કેટલો લાભ મળે છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

વધુ વાચોં

Stay Connected

12,200FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img