ધોરણ 10 પછી તરત નોકરી મેળવવા માગો છો? તો આ કોર્સ બની શકે છે સારો વિકલ્પ – 10th Pass Career Options

10th Pass Career Options: ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી દરેક વિદ્યાર્થીના મનમાં એક જ સવાલ હોય છે કે હવે આગળ શું કરવું? 11-12માં ભણવું કે પછી કોઈ એવો કોર્સ કરવો, જેનાથી થોડા સમયમાં કામ શીખીને કમાવાનું શરૂ કરી શકાય? મોટાભાગના વાલીઓ પોતાના બાળકોને 11 અને 12માં ભણાવવાનું પસંદ કરે છે. પરંતુ દરેક વિદ્યાર્થીની પસંદગી અને પરિસ્થિતિ અલગ હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ આગળનો અભ્યાસ ચાલુ રાખવાની સાથે કોઈ સ્કિલ શીખીને વહેલી ઉંમરે પોતાના પગ પર ઊભા થવા માંગતા હોય છે.

ધોરણ 10 પછી શું કરવું? ભણવાની સાથે સારી નોકરી મેળવવાના આ રસ્તા જાણો – 10th Pass Career Options

આવા વિદ્યાર્થીઓ માટે ધોરણ 10 પછી ઘણા એવા કોર્સ ઉપલબ્ધ છે, જેમાં ભણવાની સાથે કામનું કૌશલ્ય પણ શીખવા મળે છે. ખાસ વાત એ છે કે આવા કોર્સ સામાન્ય રીતે લાંબા સમયના નથી હોતા અને પૂરો કર્યા પછી અલગ-અલગ ક્ષેત્રમાં નોકરીની તકો પણ મળી શકે છે. જો તમારો પણ વિચાર એવો હોય કે ધોરણ 10 પછી એવું કંઈક શીખવું છે, જે ભવિષ્યમાં સીધું કામ આવે, તો તમારી પાસે ઘણા વિકલ્પો છે. ITI, ડિપ્લોમા અને અન્ય કૌશલ્ય આધારિત કોર્સ દ્વારા ટેક્નિકલ કામથી લઈને કમ્પ્યુટર અને અલગ-અલગ વ્યવસાયિક ક્ષેત્રમાં આગળ વધી શકાય છે. ચાલો ધોરણ 10 પછી કરી શકાય એવા કેટલાક મહત્વના નોકરી લક્ષી કોર્સ વિશે જાણીએ.

આઈટીઆઈ (ITI)

10th Pass Career Options: ધોરણ 10 પછી ટેક્નિકલ કામ શીખીને વહેલી તકે નોકરી મેળવવી હોય તો ITI પણ સારો વિકલ્પ છે. ઘણા વિદ્યાર્થીઓ ITI કર્યા પછી પોતાની સ્કિલના આધારે નોકરી કરે છે અથવા આગળનો અભ્યાસ ચાલુ રાખે છે. ITIમાં અલગ-અલગ પ્રકારના ટ્રેડ શીખવા મળે છે. જેમ કે ફિટર, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, COPA, ટર્નર, ડીઝલ મિકેનિક સહિતના ઘણા કોર્સ હોય છે. આમાંથી ઘણા કામની ઇન્ડસ્ટ્રીમાં હંમેશા જરૂરિયાત રહેતી હોય છે.

  • કોર્સનો સમયગાળો: 1 થી 2 વર્ષ
  • ક્યા નોકરી મળી શકે?: કોર્સ પૂરો કર્યા પછી સરકારી સંસ્થાઓથી લઈને ખાનગી કંપનીઓ સુધી નોકરીની તકો મળી શકે છે. રેલવે, વીજળી વિભાગ, ઓટોમોબાઈલ કંપનીઓ અને બીજી ઘણી જગ્યાએ એપ્રેન્ટિસશિપ તેમજ ટેક્નિશિયન તરીકે કામ કરવાની તક મળી શકે છે.

ITIની ખાસિયત એ છે કે અહીં માત્ર ભણવાનું નહીં, પરંતુ જે કામ કરવાનું હોય તેની પ્રેક્ટિકલ તાલીમ પણ આપવામાં આવે છે. એટલે કોઈ ચોક્કસ કામ શીખીને આગળ વધવા માંગતા વિદ્યાર્થીઓ માટે ITI ઉપયોગી વિકલ્પ બની શકે છે.

આ પણ વાચો: આધાર કાર્ડ અપડેટ કરતા પહેલા જાણી લો આ નિયમ! આધાર કાર્ડમાં આ માહિતી વારંવાર નહીં બદલી શકો

ડિજિટલ સ્કિલ કોર્સ

10th Pass Career Options: આજકાલ નાનું મોટું લગભગ દરેક કામ ઓનલાઈન થઈ ગયું છે. ધંધો હોય કે નોકરી, દરેક જગ્યાએ કમ્પ્યુટર અને ઈન્ટરનેટનું કામ વધી રહ્યું છે. એટલે ડિજિટલ કામ આવડતું હોય તો ભવિષ્યમાં રોજગારની સારી તકો મળી શકે છે. ધોરણ 10 પછી ડિજિટલ માર્કેટિંગ, ગ્રાફિક ડિઝાઇનિંગ, વેબ ડેવલપમેન્ટ, વીડિયો એડિટિંગ અને Tally સાથે GST જેવા ટૂંકા સમયના કોર્સ કરી શકાય છે.

  • કોર્સનો સમયગાળો: 3 થી 6 મહિના
  • ક્યા નોકરી મળી શકે?: આ કોર્સ કર્યા પછી કંપની, સ્ટાર્ટઅપ, ઈ-કોમર્સ અથવા જાહેરાતની એજન્સીમાં નોકરી માટે પ્રયાસ કરી શકાય છે. જો કોઈને નોકરી કરતાં પોતાનું કામ કરવું હોય તો આગળ જઈને ફ્રીલાન્સિંગ પણ કરી શકાય છે.

ખાસ વાત એ છે કે આ કામોમાં ઘણી વખત કમ્પ્યુટર અને ઈન્ટરનેટની મદદથી ઘરેથી પણ કામ કરવાની તક મળે છે. પરંતુ માત્ર કોર્સનું સર્ટિફિકેટ પૂરતું નથી; ખરેખર કામ આવડવું અને સારી પ્રેક્ટિસ હોવી પણ એટલી જ જરૂરી છે. એટલે કમ્પ્યુટર અને ઓનલાઈન કામમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે ડિજિટલ સ્કિલ શીખવી આજના સમયમાં કામની સાબિત થઈ શકે છે.

પૉલિટેક્નિક ડિપ્લોમા

10th Pass Career Options: જો તમને એન્જિનિયરિંગ, મશીનરી કે ટેક્નિકલ કામમાં રસ હોય તો ધોરણ 10 પછી પૉલિટેક્નિક ડિપ્લોમા સારો વિકલ્પ બની શકે છે. આ ડિપ્લોમામાં મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક્સ જેવી અલગ-અલગ બ્રાન્ચમાં ભણવાની તક મળે છે. એટલે વિદ્યાર્થીને પોતાની પસંદગી પ્રમાણે ક્ષેત્ર પસંદ કરી શકાય છે.

  • કોર્સનો સમયગાળો: 3 વર્ષ
  • ક્યા નોકરી મળી શકે?: ડિપ્લોમા પૂર્ણ કર્યા પછી સરકારી તેમજ ખાનગી બંને ક્ષેત્રમાં નોકરીની તકો ઊભી થાય છે. રેલવે, સરકારી વિભાગો, PSU અને મોટી કંપનીઓમાં ટેક્નિકલ પોસ્ટ માટે પણ તક મળી શકે છે.

આ કોર્સની ખાસ વાત એ છે કે ડિપ્લોમા કર્યા પછી ભણતર અહીં અટકી જતું નથી. જો આગળ વધુ અભ્યાસ કરવો હોય તો B.Techમાં લેટરલ એન્ટ્રી દ્વારા સીધા બીજા વર્ષમાં પ્રવેશ લઈને આગળ ભણી શકાય છે. એટલે ટેક્નિકલ ક્ષેત્રમાં જવાની ઇચ્છા હોય અને ધોરણ 10 પછીથી જ એ દિશામાં આગળ વધવું હોય, તો પૉલિટેક્નિક ડિપ્લોમા એક સારો વિકલ્પ છે.

આ પણ વાચો: ઓફ બરોડામાં નોકરીની મોટી તક! 85 હજાર સુધી પગાર મળશે, અહીથી જાણો સંપુર્ણ માહિતી

પેરામેડિકલ કોર્સ

મેડિકલ ક્ષેત્રમાં જવાનું સપનું હોય, પરંતુ ડોક્ટર બનવા માટે લાંબો અભ્યાસ કરવો ન હોય, તો પેરામેડિકલ ક્ષેત્ર પણ એક વિકલ્પ બની શકે છે. આજના સમયમાં હોસ્પિટલો અને લેબમાં અલગ-અલગ ટેક્નિકલ કામ માટે ટ્રેનિંગ લીધેલા લોકોની જરૂરિયાત રહે છે. ધોરણ 10 પછી પેરામેડિકલ ક્ષેત્રમાં આગળ વધવા માટે DMLT (મેડિકલ લેબ ટેક્નોલોજી), એક્સ-રે ટેક્નિશિયન, OT ટેક્નિશિયન અને ઓપ્ટોમેટ્રી જેવા કોર્સ કરી શકાય છે. કોર્સ અને પ્રવેશની લાયકાત સંસ્થા પ્રમાણે અલગ હોઈ શકે છે, તેથી પ્રવેશ લેતા પહેલા તેની માહિતી ચોક્કસ તપાસવી જરૂરી છે.

  • કોર્સનો સમયગાળો: 1 થી 2 વર્ષ
  • ક્યા નોકરી મળી શકે?: આ પ્રકારનો કોર્સ કર્યા પછી હોસ્પિટલો, પેથોલોજી લેબ, ડાયગ્નોસ્ટિક સેન્ટર અને અન્ય હેલ્થકેર સંસ્થાઓમાં કામ કરવાની તક મળી શકે છે.

જો તમને મેડિકલ ક્ષેત્રમાં રસ છે અને દર્દીઓની સારવાર સાથે જોડાયેલા ટેક્નિકલ કામમાં કારકિર્દી બનાવવી છે, તો પેરામેડિકલ ક્ષેત્ર તમારા માટે વિચારવા જેવો વિકલ્પ બની શકે છે.

કોર્સ કરતા પહેલા શું ધ્યાન રાખવું?

ધોરણ 10 પછી કોઈપણ કોર્સમાં એડમિશન લેતા પહેલા માત્ર મિત્રો શું કરે છે કે ક્યાં કોર્સની વધારે ચર્ચા છે એ જોઈને નિર્ણય ન લેવો. સૌથી પહેલા પોતાની પસંદગી અને રસ કયા ક્ષેત્રમાં છે તે સમજવું જરૂરી છે. કોર્સ કેટલા સમયનો છે, તેની ફી કેટલી છે, તેમાં પ્રેક્ટિકલ કામ કેટલું શીખવાડવામાં આવે છે અને કોર્સ પૂરો કર્યા પછી આગળ શું કરી શકાય છે, આ બધી બાબતો પહેલેથી જાણી લેવી.

સાથે એ પણ તપાસવું કે જે સંસ્થામાંથી કોર્સ કરો છો તે વિશ્વસનીય છે કે નહીં અને તેનું સર્ટિફિકેટ ક્યાં ઉપયોગી થશે. શક્ય હોય તો અગાઉ આ કોર્સ કરી ચૂકેલા વિદ્યાર્થીઓનો અનુભવ પણ જાણવો. સૌથી મહત્વની વાત એ છે કે માત્ર સર્ટિફિકેટ મેળવવા માટે કોર્સ ન કરવો. જે સ્કિલ શીખો તેમાં ખરેખર હાથ બેસે એ રીતે પ્રેક્ટિસ કરવી. કારણ કે આગળ નોકરી કે કામ કરતી વખતે સર્ટિફિકેટ કરતાં તમારી આવડત વધારે કામ આવે છે.

10th Pass Career Options 10th Pass Career Options 10th Pass Career Options 10th Pass Career Options 10th Pass Career Options 10th Pass Career Options

વધુ વાચોં

Stay Connected

12,200FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img