આધાર કાર્ડ અપડેટ કરતા પહેલા જાણી લો આ નિયમ! આધાર કાર્ડમાં આ માહિતી વારંવાર નહીં બદલી શકો – Aadhaar Card Update

Aadhaar Card Update: આજના સમયમાં આધાર કાર્ડ ખૂબ જ મહત્વનું દસ્તાવેજ બની ગયું છે. બેંકનું કામ હોય, સરકારી યોજનાનો લાભ લેવો હોય, નોકરી માટે અરજી કરવી હોય કે પછી શાળામાં પ્રવેશ લેવો હોય, ઘણી જગ્યાએ આધાર કાર્ડની જરૂર પડે છે. આવી સ્થિતિમાં આધાર કાર્ડમાં નામ, જન્મતારીખ કે અન્ય વિગતો ખોટી હોય તો મુશ્કેલી ઊભી થઈ શકે છે.

પરંતુ આધાર કાર્ડની દરેક માહિતી મનફાવે એટલી વાર બદલી શકાતી નથી. UIDAI દ્વારા કેટલીક વિગતોમાં ફેરફાર માટે મર્યાદા નક્કી કરવામાં આવી છે.

નામ કેટલી વાર બદલી શકાય? – Aadhaar Card Update

આધાર કાર્ડમાં નામ મહત્તમ 2 વખત અપડેટ કરી શકાય છે. જો બે વખત પછી પણ નામમાં ફેરફાર કરવાની જરૂર પડે, તો ખાસ પરિસ્થિતિમાં યોગ્ય કારણ અને જરૂરી દસ્તાવેજોના આધારે આગળની પ્રક્રિયા થઈ શકે છે.

જન્મતારીખમાં કેટલી વાર સુધારો કરી શકાય?

જન્મતારીખમાં ફેરફાર માટે નિયમ વધુ કડક છે. જીવનમાં માત્ર એક જ વખત જન્મતારીખ અપડેટ કરવાની તક મળે છે. એટલે જન્મતારીખ સુધારતી વખતે દસ્તાવેજો ચકાસીને જ અરજી કરવી ખૂબ જરૂરી છે.

લિંગમાં પણ માત્ર એક વખત ફેરફાર થઇ શકે?

આધાર કાર્ડમાં Gender (લિંગ)ની વિગતો પણ સામાન્ય રીતે જીવનમાં એક જ વખત અપડેટ કરી શકાય છે.

સરનામું ગમે કેટલી વાર બદલી શકાય?

સરનામા માટે આવી નિશ્ચિત સંખ્યાની મર્યાદા નથી. યોગ્ય અને માન્ય સરનામાના પુરાવા સાથે જરૂરિયાત પ્રમાણે સરનામું ફરીથી અપડેટ કરી શકાય છે. સરનામું બદલવાની સુવિધા ઓનલાઈન પણ ઉપલબ્ધ છે.

મોબાઇલ નંબર બદલવો હોય તો?

આધાર સાથે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર બદલવા માટે પણ ચોક્કસ કોઇ મર્યાદા નથી. જોકે મોબાઇલ નંબર અપડેટ કરવા માટે આધાર સેવા કેન્દ્રની મુલાકાત લેવાની જરૂર પડી શકે છે.

આ પણ વાચોં: બેંક ઓફ બરોડામાં નોકરીની મોટી તક! 85 હજાર સુધી પગાર મળશે, અહીથી જાણો સંપુર્ણ માહિતી

કઇ પ્રોસેસ ઓનલાઇન થશે અને કઇ ઓફલાઇન થશે?

  • સરનામું myAadhaar પોર્ટલ દ્વારા ઓનલાઈન અપડેટ(Aadhaar Card Update) કરી શકાય છે, જેમાં જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાના રહે છે.
  • જ્યારે નામ, જન્મતારીખ, લિંગ અને મોબાઇલ નંબર જેવી વિગતોમાં ફેરફાર માટે આધાર સેવા કેન્દ્ર જવાની જરૂર પડી શકે છે.
  • આધાર કેન્દ્ર પર જવાનું હોય તો લાંબી લાઈનમાં ઊભા રહેવુ ના હોય તો ઓનલાઈન એપોઇન્ટમેન્ટ બુક કરી શકાય છે અને તમારુ આધાર કાર્ડ અપડેટ(Aadhaar Card Update) કરાવી શકો છો?

વધુ વાચોં

Stay Connected

12,200FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img