27.3 C
New York
Saturday, August 8, 2026

Buy now

spot_img
Home મારૂ વાવ થરાદ Tharad Narmada Canal: થરાદની નર્મદા કેનાલમાં 24 કલાકમાં 4 મોત, જમાઈ બચી...

Tharad Narmada Canal: થરાદની નર્મદા કેનાલમાં 24 કલાકમાં 4 મોત, જમાઈ બચી ગયો, પણ બચાવવા કૂદેલા સસરા-સાળા તણાયા!

0
296
Tharad Narmada Canal
Tharad Narmada Canal

Tharad Narmada Canal: થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં વધુ એક ગંભીર દુર્ઘટનાએ અરેરાટી ફેલાવી છે. જમાઈને બચાવવા માટે કેનાલમાં કૂદેલા સસરા અને સાળા પાણીના ઝડપી પ્રવાહમાં તણાઈ ગયા હોવાની આશંકા છે. જમાઈને તરતા આવડતું હોવાથી તેઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, જ્યારે બંનેની શોધખોળ માટે ફાયર વિભાગ અને સ્થાનિકોની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં આ જ કેનાલમાંથી કુલ ચાર લોકોના મોત સામે આવ્યા છે.

Tharad Narmada Canal જમાઈ કેનાલમાં પડતાં સસરા-સાળાએ બચાવવા છલાંગ લગાવી

મળતી માહિતી મુજબ, રવિવાર, 2 ઓગસ્ટના રોજ થરાદ નજીકથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં એક જમાઈ અચાનક પડી ગયા હતા. જમાઈને પાણીમાં ડૂબતા જોઈને સસરા અને સાળાએ તેમને બચાવવા માટે કોઈપણ વિચાર કર્યા વગર કેનાલમાં છલાંગ લગાવી હતી.

જોકે, જમાઈને તરતા આવડતું હોવાથી તેઓ પોતાની રીતે તરતા-તરતા કેનાલમાંથી બહાર નીકળી ગયા હતા. પરંતુ કેનાલમાં પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપી હોવાના કારણે સસરા અને સાળા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હોવાની આશંકા છે.

ફાયર વિભાગની ટીમે મોડી રાત સુધી શોધખોળ કરી

ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી બંનેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

ફાયરમેન ધનજીભાઈના જણાવ્યા મુજબ, નર્મદા કેનાલમાં બે વ્યક્તિ ડૂબ્યા હોવાનો કોલ મળતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મોડી રાત સુધી શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ આજે વહેલી સવારથી ફરી રેસ્ક્યૂ કામગીરી શરૂ કરવામાં આવી છે.

જમાઈને બચાવવા પડ્યા અને બંને ડૂબી ગયા

પરિવારના એક સગાએ જણાવ્યું હતું કે, જમાઈને તેડવા માટે તેઓ આવ્યા હતા. દરમિયાન જમાઈ કેનાલમાં પડી ગયા હતા. તેમને બચાવવા માટે સસરા અને સાળા પણ કેનાલમાં કૂદી પડ્યા હતા. જમાઈને તરતા આવડતું હોવાથી તેઓ બહાર નીકળી ગયા, પરંતુ સસરા અને સાળા પાણીમાં ડૂબી ગયા હોવાની આશંકા છે.

24 કલાકમાં કેનાલમાંથી 4 મૃતદેહ મળતાં ચકચાર

આ ઘટના પહેલાં પણ થરાદની આ જ નર્મદા મુખ્ય કેનાલમાંથી એક યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા. બંને મૃતદેહ બાંધેલી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી.

આમ, માત્ર 24 કલાકના સમયગાળામાં નર્મદા મુખ્ય કેનાલમાં કુલ ચાર લોકોના મોત થયાની ઘટના સામે આવી છે. એક તરફ બે મૃતદેહ અગાઉ મળી આવ્યા હતા, જ્યારે હવે જમાઈને બચાવવા કેનાલમાં પડેલા સસરા અને સાળાની શોધખોળ ચાલી રહી છે.

આ પણ વાચો: રાહ તાલુકામાં સર્જાશે ઈતિહાસ! પ્રથમવાર જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીનું આયોજન

પરિવારજનોમાં ચિંતા, રેસ્ક્યૂ કામગીરી યથાવત

કેનાલમાં પાણીનો પ્રવાહ ઝડપી હોવાથી રેસ્ક્યૂ ટીમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક લોકો દ્વારા બંનેની શોધખોળ કરવામાં આવી રહી છે. બંનેના મૃતદેહ મળી આવ્યા બાદ જ સમગ્ર ઘટનાની સત્તાવાર પુષ્ટિ થઈ શકશે.

થરાદ વિસ્તારમાં ટૂંકા ગાળામાં કેનાલમાં ડૂબવાની સતત ઘટનાઓ સામે આવતા સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. કેનાલની આસપાસ સુરક્ષા વ્યવસ્થા અને લોકોને સાવચેતી રાખવા અંગે પણ ચર્ચા થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here