27.3 C
New York
Saturday, August 8, 2026

Buy now

spot_img
Home મારૂ વાવ થરાદ Independence day: રાહ તાલુકામાં સર્જાશે ઈતિહાસ! પ્રથમવાર જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીનું...

Independence day: રાહ તાલુકામાં સર્જાશે ઈતિહાસ! પ્રથમવાર જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીનું આયોજન

0
104
Independence day
Independence day

Independence day 2026: નવરચિત વાવ-થરાદ જિલ્લામાં આ વર્ષે એક ઐતિહાસિક ક્ષણ સર્જાવા જઈ રહી છે. પ્રથમ વખત રાહ તાલુકામાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ (15 ઓગસ્ટ)ની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર તાલુકામાં દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે અને કાર્યક્રમને સફળ બનાવવા માટે તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.

વાવ-થરાદમાં જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ(Independence day) ક્યા યોજાશે?

વાવ-થરાદમાં જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ(Independence day) રાહમાં યોજાવા જઇ રહ્યો છે જેને અનુસંધાને જિલ્લા વહીવટી તંત્ર, વિવિધ સરકારી વિભાગો અને સ્થાનિક આગેવાનો દ્વારા કાર્યક્રમની તૈયારીઓનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સ્થળ પર સ્ટેજ, બેઠક વ્યવસ્થા, સુરક્ષા, પાર્કિંગ, સ્વચ્છતા અને અન્ય જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.

રાહ તાલુકાને પ્રથમવાર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની યજમાની મળતા સ્થાનિક લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉજવણી વાવ-થરાદ જિલ્લાના વિકાસ અને ગૌરવનું પ્રતીક બનશે.

ગુજરાતમાં રાજ્ય કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ ક્યા યોજાશે?

ગુજરાતમાં 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અમરેલી ખાતે યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીમાં ધ્વજવંદન કરશે. વહીવટી તંત્ર દ્વારા વિવિધ નેતાઓને જિલ્લાઓની જવાબદારી સોંપાઈ.

આ પણ વાચો: ટડાવમાં 35 પરિવારો પાણી માટે તરસ્યા! બોરનું પાણી ખારું, ટાંકા ખાલી 2 કિમી દૂરથી પાણી લાવવાની મજબૂરી

આગામી 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી માટે રાજ્ય સરકારે તૈયારીઓ આરંભી દીધી છે. આ વર્ષે રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય પર્વનો મુખ્ય કાર્યક્રમ અમરેલી જિલ્લામાં યોજાવા જઈ રહ્યો છે. પ્રોટોકોલ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, 15મી ઓગસ્ટે સવારે 9.00 વાગ્યે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલી ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવશે અને રાજ્યવાસીઓને સંબોધિત કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here