બેંક ઓફ બરોડામાં નોકરીની મોટી તક! 85 હજાર સુધી પગાર મળશે, અહીથી જાણો સંપુર્ણ માહિતી – BOB bharti 2026

BOB bharti 2026: જો તમે બેંકિંગ સેક્ટરમાં સરકારી નોકરી શોધી રહ્યા છો, તો બેંક ઓફ બરોડા (Bank of Baroda) તમારા માટે એક ઉત્તમ તક લઈને આવ્યું છે. બેંકે લોકલ બેંક ઓફિસર (LBO) ના કુલ 2,482 જગ્યાઓ પર સીધી ભરતી માટે ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડ્યુ છે . આ ભરતી પ્રક્રિયા માટે ઓનલાઈન અરજી 18 ઓગસ્ટ 2026થી શરૂ થઈ ચૂકી છે. ઈચ્છુક અને યોગ્ય લાયાકાત ધારવતા ઉમેદવારો બેંકની ઓફિસિયલ વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે.

આ ભરતી ગુજરાત માટે કેમ ખાસ છે? BOB bharti 2026

બેંક ઓફ બરોડા LBO ભરતીની જાહેરાતમાં 20 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી છે, પરંતુ ગુજરાતમાં સૌથી વધુ જગ્યાઓ છે.

  • ગુજરાત: 1,185 જગ્યાઓ (કુલના ~48%)
  • કર્ણાટક: 418 જગ્યાઓ
  • મહારાષ્ટ્ર: 218 જગ્યાઓ
  • તમિલનાડુ: 132 જગ્યાઓ

લાયકાત

ઉમેદવાર કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએટ (Graduation) થયેલ હોવો જોઈએ.

પાત્રતાના માપદંડ

  • કામનો અનુભવ: કોઈપણ શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંક (Scheduled Commercial Bank) માં ઓછામાં ઓછો 1 વર્ષનો અધિકારી (Officer) તરીકેનો કામનો અનુભવ હોવો જરૂરી છે.
  • સ્થાનિક ભાષાનું જ્ઞાન: ઉમેદવાર જે રાજ્યમાંથી અરજી કરી રહ્યો હોય, ત્યાંની સ્થાનિક ભાષા બોલતા, લખતા, વાંચતા અને સમજતા સારી રીતે આવડવી જોઈએ.

વય મર્યાદા:

  • ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ અને મહત્તમ ઉંમર 30 વર્ષ હોવી જોઈએ (ઉંમરની ગણતરી 1 ઓગસ્ટ 2026ના આધારે થશે).
  • અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

પગાર ધોરણ:

  • પસંદગી પામેલા ઉમેદવારોને ₹48,480 થી ₹85,920 ના પે-સ્કેલમાં આકર્ષક પગાર મળશે.
  • આ ઉપરાંત, બેંકિંગ અનુભવના આધારે એડવાન્સ ઈન્ક્રીમેન્ટનો લાભ પણ આપવામાં આવશે.

અરજી ફી

  • સામાન્ય, ઓબીસી અને ઈડબલ્યુએસ (GEN/OBC/EWS): ₹850 + GST
  • એસસી, એસટી, દિવ્યાંગ અને મહિલા ઉમેદવારો (SC/ST/PwBD/Female): ₹175 + GST

આ પણ વાચોં: અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, હવે 15 દિવસના ભાડામાં 30 દિવસ મુસાફરી, જાણો સંપુર્ણ માહીતી

પસંદગી પ્રક્રિયા

BOB bharti 2026 માં લોકલ બેંક ઓફિસરની પસંદગી માટે મુખ્યત્વે 3 તબક્કા રહેશે:

  1. ઓનલાઈન લેખિત પરીક્ષા: આમાં કુલ 120 પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં અંગ્રેજી, બેંકિંગ નોલેજ, જનરલ/ઈકોનોમિક અવેરનેસ, રીઝનિંગ અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડનો સમાવેશ થશે.
  2. લોકલ લેંગ્વેજ ટેસ્ટ (LPT): લેખિત પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોની સ્થાનિક ભાષાની કસોટી કરવામાં આવશે.
  3. ગ્રુપ ડિસ્કશન (GD) અને ઈન્ટરવ્યુ: અંતિમ તબક્કામાં ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઈન્ટરવ્યુના ગુણના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખો

  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 18 ઓગસ્ટ 2026
  • અરજી અને ફી ચૂકવવાની છેલ્લી તારીખ: 7 સપ્ટેમ્બર 2026
  • લાયકાત નક્કી કરવાની કટ-ઓફ તારીખ: 1 ઓગસ્ટ 2026

ઓફિસિયલ નોટિફીકેશન અહીથીં ડાઉનલોડ કરો

અરજી કેવી રીતે કરવી?

બેંક ઓફ બરોડાની ભરતી(BOB bharti 2026) માં અરજી કરવા માટે નિચે આપેલ સ્ટેપ અનુસરો.

  • સૌથી પહેલાં બેંકની ઓફિસિયલ વેબસાઇટ પર જાવ.
  • હોમપેજ પર Careers સેક્શનમાં જઈને Current Opportunities પર ક્લિક કરો.
  • ચાલુ ભરતીની યાદીમાંથી તમારી લાયકાત મુજબની પોસ્ટ પસંદ કરો.
  • અરજી ફોર્મમાં માગવામાં આવેલી તમામ વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ધ્યાનપૂર્વક ભરો.
  • જરૂરી દસ્તાવેજો, ફોટો અને સહી સ્કેન કરીને અપલોડ કરો.
  • તમારી કેટેગરી મુજબ ઓનલાઈન ફી ચૂકવીને ફોર્મ ફાઈનલ સબમિટ કરો.
  • ભવિષ્યના સંદર્ભ માટે અરજી પત્રકની એક પ્રિન્ટઆઉટ કાઢીને સાચવી રાખો.

વધુ વાચોં

Stay Connected

12,200FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img