Raksha Bandhan 2026: ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આ વર્ષે 28 ઓગસ્ટ 2026, શુક્રવારના દિવસે ઉજવવામાં આવશે. પૂર્ણિમા તિથિ 27 ઓગસ્ટથી સવારે અંદાજે 9:08 વાગ્યે શરૂ થઈને 28 ઓગસ્ટની સવારે 9:48 વાગ્યે પૂર્ણ થાય છે, જેના કારણે રક્ષાબંધનની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ જોવા મળી રહી છે. પંચાંગ મુજબ 28 ઓગસ્ટે રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે.
રાખડી બાંધવાનો શુભ સમય – Raksha Bandhan 2026
જ્યોતિષ ગણતરી મુજબ 28 ઓગસ્ટે રાખડી બાંધવાનો શુભ સમય સવારે 5:57થી 9:48 વાગ્યા સુધી રહેશે. એટલે કે ભાઈને રાખડી બાંધવા માટે લગભગ 3 કલાક 51 મિનિટનો સમય મળશે. અલગ-અલગ શહેરમાં સૂર્યોદયના સમય પ્રમાણે મુહૂર્તમાં થોડો ફેરફાર થઈ શકે છે.
ભદ્રા કાળ ક્યારે છે?
રક્ષાબંધનના દિવસે ભદ્રા કાળ સૌથી મહત્વની બાબતોમાંની એક છે. ધાર્મિક માન્યતા પ્રમાણે ભદ્રા દરમિયાન રાખડી બાંધવાનું ટાળવામાં આવે છે. 2026માં ભદ્રા 28 ઓગસ્ટના સૂર્યોદય પહેલાં જ પૂર્ણ થઈ જશે, તેથી સવારે રાખડી બાંધવા માટે શુભ સમય ઉપલબ્ધ રહેશે.
27 ઓગસ્ટે રાખડી કેમ ન બાંધવી?
પૂર્ણિમા તિથિ 27 ઓગસ્ટે સવારે 9:08 વાગ્યે શરૂ થશે અને 28 ઓગસ્ટે સવારે 9:48 વાગ્યે પૂર્ણ થશે. જોકે 27 ઓગસ્ટે ભદ્રાના કારણે રાખડી બાંધવાનું ટાળવામાં આવે છે. આ જ કારણથી 28 ઓગસ્ટે રક્ષાબંધન ઉજવવાનું યોગ્ય માનવામાં આવે છે.
રક્ષાબંધનની પૂજા વિધિ
રાખડી બાંધતા પહેલાં પૂજાની થાળી તૈયાર કરી શકાય છે. તેમાં રાખડી, કંકુ-ચંદન, અક્ષત, ફૂલ, દીવો અને મીઠાઈ રાખી શકાય. સૌથી પહેલા ભાઈને વ્યવસ્થિત આસન ઉપર બેસાડીને કંકુ અથવા ચંદનનું તિલક કરવામાં આવે છે. ત્યારબાદ અક્ષત લગાવીને આરતી કરવામાં આવે છે અને જમણા હાથના કાંડા પર રાખડી બાંધવામાં આવે છે. અંતે મીઠાઈ ખવડાવીને ભાઈ-બહેન એકબીજાને શુભેચ્છા આપે છે.
રક્ષાબંધનનું મહત્વ
રક્ષાબંધન(Raksha Bandhan) માત્ર રાખડી બાંધવાનો તહેવાર નથી. આ દિવસ ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ, વિશ્વાસ અને એકબીજાની સાથે ઊભા રહેવાના સંબંધનું પ્રતિક માનવામાં આવે છે. સમય બદલાયો છે, પરંતુ રક્ષાબંધનની લાગણી આજે પણ એટલી જ ખાસ છે.
રક્ષાબંધનના દિવસે ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં?
28 ઓગસ્ટ 2026ના રોજ એટલે કે રક્ષાબંધનના(Raksha Bandhan) દિવસે જ આંશિક ચંદ્રગ્રહણ થવાનું છે, પરંતુ તે ભારતમાં દેખાશે નહીં અને તેથી ભારતમાં સૂતક લાગુ નહીં પડે

