income tax recruitment 2026: જો તમે રમતગમત ક્ષેત્રે તમે સારુ એવુ પ્રદર્શન કરી ચુક્યા છો અને હવે સરકારી નોકરીની શોધિ રહ્યા છો, તો આ એક તમારા માટે સુવર્ણ તક છે. આવકવેરા વિભાગમાં સ્ટેનોગ્રાફર, ટેક્સ આસિસ્ટન્ટ અને MTS કેડર જેવી વીવિધ જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે.
ખેલાડીઓ માટે સરકારી નોકરીની તક – Income tax recruitment 2026
- વિભાગ: આવકવેરા વિભાગ
- ભરતીનો પ્રકાર: Sports Quota Recruitment
- કુલ જગ્યાઓ: 85
- પોસ્ટ: સ્ટેનોગ્રાફર, ટેક્સ આસિસ્ટન્ટ, MTS
- પગાર: ₹81,100 સુધી
- છેલ્લી તારીખ: 15 સપ્ટેમ્બર 2026
કઈ પોસ્ટ પર કેટલી જગ્યાઓ?
- સ્ટેનોગ્રાફર ગ્રેડ-II: 6
- ટેક્સ આસિસ્ટન્ટ: 40
- મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS): 39
સૌથી વધુ જગ્યાઓ કઈ રમતમાં?
- આ ભરતીમાં એથ્લેટિક્સ માટે 20 અને વોલીબોલ માટે 12 જગ્યાઓ રાખવામાં આવી છે.
- બાકીની રમતો માટેની જગ્યાઓ ઓફિસિયલ જાહેરાત્માં દર્શાવવામાં આવેલી છે.
શૈક્ષણિક લાયકાત શું જોઈએ?
સ્ટેનોગ્રાફર ગ્રેડ-II
- ઉમેદવાર ઓછામાં ઓછું 12મું ધોરણ પાસ હોવો જોઈએ.
- ઉંમર સામાન્ય રીતે 18થી 27 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
- આ ઉપરાંત નિર્ધારિત રમતગમતની લાયકાત અને પ્રમાણપત્ર જરૂરી રહેશે.
ટેક્સ આસિસ્ટન્ટ
- માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન/ડિગ્રી પૂર્ણ કરેલી હોવી જોઈએ.
- ઉંમર 18થી 27 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
- રમતગમત ક્ષેત્રની નિર્ધારિત સિદ્ધિનું પ્રમાણપત્ર જરૂરી રહેશે.
મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS)
- ઉમેદવાર 10મું ધોરણ પાસ હોવો જોઈએ.
- ઉંમર 18થી 25 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
- સાથે જરૂરી રમતગમત પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
આ પણ વાચો: ધોરણ 10 પછી તરત નોકરી મેળવવા માગો છો? તો આ કોર્સ બની શકે છે સારો વિકલ્પ
પસંદગી કેવી રીતે થશે?
ઉમેદવારોની પસંદગી માત્ર શૈક્ષણિક લાયકાતના આધારે નહીં થાય. રમતગમતની સિદ્ધિ અને કૌશલ્ય પરીક્ષણ પસંદગી પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવશે. Income tax recruitment 2026 ભરતીમાં સામાન્ય રીતે પસંદગીમાં નીચેની બાબતોને ધ્યાનમાં લેવામાં આવશે:
- રમતગમતની સિદ્ધિઓનું મૂલ્યાંકન
- રમતગમતના પ્રમાણપત્રોની ચકાસણી
- જરૂરી હોય ત્યાં કૌશલ્ય પરીક્ષણ
- દસ્તાવેજોની ચકાસણી
- પોલીસ વેરિફિકેશન
અરજી ફી કેટલી છે?
- આ ભરતી માટે ઉમેદવારોએ ₹200 અરજી ફી ચૂકવવાની રહેશે.
- ફી ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.
- એક વખત ફી ભર્યા બાદ તે સામાન્ય રીતે પરત કરવામાં આવતી નથી.
અરજી કરવાની છેલ્લી તારીખ
- છેલ્લી તારીખ: 15 સપ્ટેમ્બર 2026
કયા ખેલાડીઓ અરજી કરી શકે?
- Income tax recruitment 2026 ભરતી સામાન્ય ઉમેદવારો માટે નહીં પરંતુ રમતગમત ક્ષેત્રે નિર્ધારિત સિદ્ધિ મેળવનારા ખેલાડીઓ માટે છે.
- ભરતીમાં એથ્લેટિક્સ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, ક્રિકેટ, હોકી, કબડ્ડી, સ્વિમિંગ, વોલીબોલ, ટેનિસ, યોગ સહિતની રમતોના ખેલાડીઓ અરજી કરી શકે છે.
- ઉમેદવારે આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, આંતર-યુનિવર્સિટી અથવા ખેલો ઇન્ડિયા જેવી માન્ય સ્પર્ધાઓમાં નિર્ધારિત સ્તરની સિદ્ધિ મેળવી હોવી જરૂરી છે.
અરજી ક્યાં કરવી?
- આવકવેરા વિભાગની ભરતી માટેની સત્તાવાર સૂચના અને અરજી પ્રક્રિયા આવકવેરા વિભાગની ઓફિસિયલ વેબસાઇટ પર આપવામાં આવી છે.
- આ ભરતીમાં(Income tax recruitment 2026) અરજી કરતા પહેલાં ઉમેદવારોએ સત્તાવાર નોટિફિકેશનમાં પોતાની રમત, રમતગમતની સિદ્ધિ, ઉંમર, શૈક્ષણિક લાયકાત, પ્રમાણપત્ર, ફી અને અન્ય શરતો એકવાર ચોક્કસ તપાસી લેવી.

