10 પાસ ઉપર વગર પરીક્ષાએ મળશે નોકરી, પોસ્ટ વિભાગમાં 25 હજાર જગ્યાઓ પર ભરતી જાહેર – India Post GDS Recruitment 2026

India Post GDS Recruitment 2026: જે મિત્રોએ 10 પાસ કરેલ છે અને સરકારી નોકરીની શોધમાં છે એમના માટે ખુશીના સમાચાર છે. ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS) ની પોસ્ટ પર 25 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ નોકરીની સૌથી ખાસ વાત એ છે કે, તેમાં માત્ર 5 કલાકની ક્યુટી કરવાની રહે છે અને પસંદી કોઈ પણ લેખિત પરીક્ષા વગર કરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત – India Post GDS Recruitment 2026

  • ભારતીય પોસ્ટ વિભાગની ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ ધોરણ 10 પાસ કરેલું અનિવાર્ય છે.
  • તેની સાથે સાથે ધો.10 માં અંગ્રેજી અને ગણિત વિષય સાથે સ્થાનિક ભાષા પાસ કરેલી હોવી જોઈ.
  • તેની સાથે સાથે કમ્પ્યુટર અને સાયક્લિંગ કરતા આવડવું જોઈએ.

ઉમર માર્યાદા

  • અરજી કરવા ઇચ્છતા ઉમેદવારોની વયમર્યાદા 18થી 40 વર્ષની વચ્ચે હોવી અનિવાર્ય છે.
  • એસસી અને એસટી ઉમેદવારોને 5 વર્ષ, ઓબીસી કેટેગરીના ઉમેદવારો 3 વર્ષ અને પીડબલ્યુબીડી ઉમેદવારોને 10 વર્ષની ઉમરમાં છૂટ મળશે.
  • OBC અને PwBD ઉમેદવારો માટે 13 વર્ષની અને SC/ST માટે 15 વર્ષની છૂટ મળશે.
  • EWSને કોઈ છૂટ આપવામાં નથી આવી.

અરજી ફી

  • સામાન્ય (General) / OBC / EWS પુરુષો માટે: ₹100/-
  • મહિલાઓ, SC, ST, PwBD અને ટ્રાન્સવુમન માટે: કોઈ ફી નથી (મફત).

પસંદગી પ્રક્રિયા

  • આ ભરતીમાં કોઈ લેખિત પરીક્ષા કે ઈન્ટરવ્યુ લેવામાં આવશે નહીં.
  • ઉમેદવારોની પસંદગી સંપૂર્ણપણે ધોરણ 10 માં મેળવેલા ગુણના આધારે મેરિટ લિસ્ટ (Merit List) બનાવીને કરવામાં આવશે.

પગાર ધોરણ

  • Branch Postmaster (BPM): ₹12,000 થી ₹29,380
  • ABPM / Dak Sevak: ₹10,000 થી ₹24,470

આ પણ વાંચો: ધોરણ 10 પછી તરત નોકરી મેળવવા માગો છો? તો આ કોર્સ બની શકે છે સારો વિકલ્પ

મહત્વની તારીખો

  • વન-ટાઇમ રજીસ્ટ્રેશન શરૂ થવાની તારીખ: 31 ઓગસ્ટ 2026
  • ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત: 2 સપ્ટેમ્બર 2026 (સાંજે 5 વાગ્યાથી)
  • રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ: 19 સપ્ટેમ્બર 2026
  • ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ: 21 સપ્ટેમ્બર 2026
  • ફોર્મમાં સુધારો કરવાની તારીખ: 23 અને 24 સપ્ટેમ્બર 2026

જરૂરી ડોક્યુમેન્ટ

  • ધોરણ 10ની માર્કશીટ
  • ઓળખનો પુરાવો
  • લાગુ પડતો હોય તો જાતિ પ્રમાણપત્ર
  • લાગુ પડતો હોય તો PwBD પ્રમાણપત્ર
  • લાગુ પડતો હોય તો EWS પ્રમાણપત્ર
  • લાગુ પડતો હોય તો ટ્રાન્સજેન્ડર પ્રમાણપત્ર
  • જન્મતારીખનો પુરાવો
  • સરકારી આરોગ્ય કેન્દ્રનું મેડિકલ સર્ટિફિકેટ
  • જ્યાં જરૂરી હોય ત્યાં નિર્ધારિત સ્થાનિક/આદિવાસી ભાષાનું પ્રમાણપત્ર

કેવી રીતે અરજી કરશો?

  • સૌ પ્રથમ India Post ની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
  • જરૂરી વિગતો સાથે વન-ટાઇમ રજિસ્ટ્રેશન પૂર્ણ કરો.
  • લોગિન કરીને ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
  • ધોરણ 10ની માર્કશીટમાં દર્શાવ્યા પ્રમાણે વ્યક્તિગત, શૈક્ષણિક અને અન્ય વિગતો ભરો.
  • નિર્ધારિત ફોર્મેટમાં તાજેતરનો ફોટો અને સહી અપલોડ કરો.
  • લાગુ પડતી પસંદગીની પોસ્ટ અને જગ્યાઓ પસંદ કરો.
  • લાગુ પડતી હોય તો અરજી ફી ભરો.
  • ફોર્મ સબમિટ કરતા પહેલાં તમામ વિગતો ધ્યાનપૂર્વક તપાસો.
  • અરજી સબમિટ કરીને તેની કોપી સેવ અથવા ડાઉનલોડ કરી લો.

વધુ વાચોં

Stay Connected

12,200FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img