થરાદ નગરપાલિકામાં વગર પરિક્ષાએ મળશે નોકરી, તેમજ 30 હજાર સુધી પગાર મળશે – UWM Recruitment 2026

UWM Recruitment 2026: વાવ-થરાદ જ્જિલામાં રહેતા મિત્રો જે નોકરીની શોધમાં છે તેમના માટે થરાદ નગરપાલિકામાં નોકરી મેળવવાની સુવર્ણ તક આવી છે. થરાદ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન-2.0 અંતર્ગત સિટી મેનેજર (UWM)ની જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં તમે પરિક્ષા આપ્યા વગર નોકરી મેળવી શકો છો. આ ભરતીમાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.

UWM Recruitment 2026

  • પોસ્ટ: સિટી મેનેજર (UWM)
  • ખાલી જગ્યા: 1
  • લાયકાત: B.E./B.Tech
  • અનુભવ: 1 વર્ષનો સંબંધિત અનુભવ
  • પગાર: ₹30,000 પ્રતિ મહિનો

શૈક્ષણિક લાયકાત

આ પોસ્ટ(UWM Recruitment 2026) માટે સિવિલ, એન્વાયરમેન્ટ, મિકેનિકલ અથવા વોટર રિસોર્સ ક્ષેત્રમાં B.E./B.Tech કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે.

ઉંમર મર્યાદા

જાહેરાત મુજબ ઉમેદવારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

અરજી કેવી રીતે કરવાની?

  • ઉમેદવારે અરજી સાથે પોતાનું Resume, શૈક્ષણિક પ્રમાણપત્રો અને અનુભવનું પ્રમાણપત્ર (Self Attested) જોડવાનું રહેશે. સાથે ₹100નો ડિમાન્ડ ડ્રાફ્ટ પણ જોડવાનો રહેશે.
  • અરજી ચીફ ઓફિસર, થરાદ નગરપાલિકાના નામે કરવાની રહેશે અને જાહેરાતમાં જણાવ્યા મુજબ અરજી પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટથી મોકલવાની રહેશે.

આ પણ વાચો: ગુજરાત પોલીસમાં 3,000 ભરતીની તૈયારી! સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જાહેરાત આવવાની શક્યતા

મહત્વની શરતો

  • આ ભરતી સ્વચ્છ ભારત મિશન અર્બન-2.0 હેઠળ કરાર આધારિત છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ મિશનનો સમયગાળો 31 માર્ચ, 2029 સુધીનો છે.
  • પસંદગી બાદ ઉમેદવારને થરાદ નગરપાલિકા વિસ્તારમાં ફરજ બજાવવાની રહેશે અને સ્વચ્છ ભારત મિશન તથા મિશનના વિવિધ ઘટકોને લગતી કામગીરી કરવાની રહેશે.

વધુ વાચોં

Stay Connected

12,200FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img