ગુજરાત પોલીસમાં 3,000 ભરતીની તૈયારી! સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જાહેરાત આવવાની શક્યતા – Gujarat Police Bharti 2026

Gujarat Police Bharti 2026: ગુજરાત પોલીસમાં નોકરી મેળવવાની તૈયારી કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં લોકરક્ષક કેડરની આશરે 3,000 જગ્યાઓ પર ભરતી કરવાની તૈયારીઓ ચાલી રહી હોવાની માહિતી મળી રહી છે.

Gujarat Police Bharti 2026

જો આ ભરતીની જાહેરાત થાય છે તો ખાસ કરીને ધોરણ 12 પાસ યુવાનો માટે પોલીસ વિભાગમાં સરકારી નોકરી મેળવવાની મોટી તક બની શકે છે.

જોકે, અહીં ખાસ ધ્યાન રાખવાની વાત એ છે કે હજુ સત્તાવાર ભરતીની જાહેરાત બહાર પડી નથી. જગ્યાઓ, તારીખો, લાયકાત અને અન્ય નિયમોમાં ફેરફાર થઈ શકે છે. અંતિમ માહિતી ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર જાહેરાત બાદ જ નક્કી થશે.

કઈ પોસ્ટમાં કેટલી જગ્યાઓ?

હાલની પ્રાથમિક માહિતી પ્રમાણે આશરે 3,000 જગ્યાઓનું સંભવિત વિભાજન આ પ્રમાણે હોવાનું જાણવા મળે છે:

  • બિન હથિયારી પોલીસ: 1,000
  • હથિયારી પોલીસ: 1,000
  • SRPF પોલીસ: 1,000

આમ કુલ મળીને 3,000 જેટલી જગ્યાઓ પર ભરતી થવાની શક્યતા છે.

આ પણ વાચો: 10 પાસ ઉપર વગર પરીક્ષાએ મળશે નોકરી, પોસ્ટ વિભાગમાં 25 હજાર જગ્યાઓ પર ભરતી જાહેર

ભરતી ક્યારે આવી શકે?

હાલમાં સામે આવેલી માહિતી પ્રમાણે સંભવિત સમયગાળો આ પ્રમાણે છે:

  • સપ્ટેમ્બર-ઓક્ટોબર 2026: ભરતીની જાહેરાત બહાર પડી શકે છે.
  • ડિસેમ્બર 2026થી જાન્યુઆરી 2027: શારીરિક કસોટી યોજાઈ શકે છે.
  • માર્ચ-એપ્રિલ 2027: લેખિત પરીક્ષા યોજાવાની શક્યતા છે.

આ તારીખો સંભવિત છે, સત્તાવાર નથી. ભરતી બોર્ડ દ્વારા જાહેરાત થયા બાદ જ ચોક્કસ તારીખો જાણી શકાશે.

તૈયારી કરનારાઓ માટે અત્યારથી જ સમય

જો તમે પોલીસ ભરતીની(Gujarat Police Bharti 2026) તૈયારી કરી રહ્યા છો તો જાહેરાતની રાહ જોઈને બેસી રહેવા કરતાં અત્યારથી તૈયારી શરૂ કરવી વધુ ફાયદાકારક રહેશે. ખાસ કરીને દોડ, શારીરિક ફિટનેસ અને લેખિત પરીક્ષાના અભ્યાસ પર ધ્યાન આપવું જરૂરી રહેશે. ભરતીની જાહેરાત બહાર આવ્યા બાદ તૈયારી શરૂ કરશો તો સમય ઓછો પડી શકે છે.

વધુ વાચોં

Stay Connected

12,200FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img