ગુજ્જુ લવ ગુરુનો આ વીડિયો કેમ અચાનક બની ગયો કરુણ હકીકત? 2080ની વાત 2026માં જ સાચી પડી – Gujju Love Guru

Gujju Love Guru: 1980ના ફોટાના ટ્રેન્ડ વચ્ચે બનાવેલી એક કોમેડી રીલ આજે ચંદન રાઠોડના ચાહકોને ભાવુક કરી રહી છે. સોશિયલ મીડિયા પર ‘ગુજ્જુ લવ ગુરુ’ તરીકે જાણીતા ચંદન રાઠોડે થોડા સમય પહેલા ‘2080માં હું કેવો દેખાઈશ?’ એવા વિષય પર રમુજી રીલ બનાવી હતી. ત્યારે આ વીડિયો લોકોને હસાવવા માટે બનાવાયો હતો, પરંતુ હવે તેમના અચાનક અવસાન બાદ આ જ રીલ કરુણ યાદ બની ગઈ છે.

સુઈગામ પંથકના ચંદન રાઠોડ પોતાની દેશી કોમેડી અને ઉત્તર ગુજરાતની લોકબોલી માટે જાણીતા હતા. સામાન્ય પરિવારમાંથી આવીને તેમણે પોતાની મહેનત અને આગવી કળાના જોરે સોશિયલ મીડિયા પર મોટી ઓળખ બનાવી હતી. તેમના વીડિયો માત્ર હસાવતા જ નહીં, પરંતુ ઘણી વખત રમુજ સાથે સામાજિક સંદેશ પણ આપતા હતા.

Gujju love Guru નો આ વીડિયો કેમ અચાનક બની ગયો કરુણ હકીકત?

હાલમાં સોશિયલ મીડિયા પર 1980ના દાયકાના ફોટા બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો હતો. આ ટ્રેન્ડમાં ચંદન રાઠોડે પણ કંઈક અલગ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ChatGPTને 1980ના બદલે ‘2080માં હું કેવો દેખાઈશ?’ એવો સવાલ કર્યો હતો.

આ પણ વાંચો: ચંદન રાઠોડનું નામ ‘ગુજ્જુ લવ ગુરુ’ કેવી રીતે પડ્યું? જાણો તેમની સફળતાની કહાની

રીલમાં તેઓ કહે છે કે, ‘ChatGPT 1980ના ફોટા જોઈ જોઈને કંટાળી ગયો રેડી, હવે તું છે ને હું 2080માં કેવો દેખાઈશ તેનો ફોટો બનાવીને મોકલ.’ ત્યારબાદ વીડિયો અચાનક બદલાય છે અને ચિતા સળગતી હોય તેવો ફોટો દેખાય છે. આ પછી ચંદન રાઠોડ પોતાની સ્થાનિક ભાષામાં રમુજી અંદાજમાં સંવાદ બોલે છે.

ત્યારે આ વીડિયો માત્ર લોકોને હસાવવા માટે બનાવવામાં આવ્યો હતો. પરંતુ હવે 2026માં તેમના અચાનક અવસાન બાદ આ જ રીલને જોઈને તેમના ચાહકો ભાવુક થઈ રહ્યા છે. જે વાત વીડિયોમાં મજાક તરીકે રજૂ કરવામાં આવી હતી, તે જાણે સમય કરતાં વહેલી કરુણ હકીકત બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે.

ચંદન રાઠોડે સોશિયલ મીડિયા પર પોતાનો મોટો ચાહકવર્ગ બનાવ્યો હતો. તેમના ઇન્સ્ટાગ્રામ પર 19 લાખથી વધુ ફોલોઅર્સ, ફેસબુક પર 3 લાખથી વધુ ફોલોઅર્સ અને યુટ્યુબ પર 10 લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ હોવાનું જણાવાય છે. સોશિયલ મીડિયા બાદ તેમણે ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. વિક્રમ ઠાકોર સાથે ‘તું અધૂરી વાર્તાનો છેડો’ સહિતની ગુજરાતી ફિલ્મોમાં તેમણે ભૂમિકા ભજવી હતી.

અકસ્માતની કરુણ ઘટના

મળતી માહિતી મુજબ, ભાભર નજીક ગૌશાળા પાસે ચંદન રાઠોડની બાઇકને અકસ્માત નડ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ચંદન રાઠોડને સારવાર માટે ભાભરની હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

અકસ્મા પાછળનું ચોક્કસ કારણ શું હતું તે જાણવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વધુ વાચોં

Stay Connected

12,200FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img