TadavCHC: ટડાવ CHCની અનોખી સિદ્ધિ 2.76 લાખ OPD, 78 હજાર દર્દીઓને સારવાર અને 2,113 સફળ ડિલિવરી, એકપણ માતૃ મૃત્યુ નહીં

TadavCHC વાવ-થરાદ તાલુકાના ટડાવ સ્થિત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC)એ આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. મેડિકલ ઓફિસર ડો. જયદીપસિંહ રાજપુતના માર્ગદર્શન હેઠળ છેલ્લા સાડા સાત વર્ષમાં હોસ્પિટલમાં 2,113 સફળ નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી છે. સૌથી ગૌરવની વાત એ છે કે આ તમામ પ્રસૂતિ દરમિયાન એકપણ માતૃ મૃત્યુ નોંધાયું નથી, જે હોસ્પિટલની ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓનો પુરાવો આપે છે.

TadavCHC અનોખી સિદ્ધિ

આ સમયગાળા દરમિયાન ટડાવ CHCમાં 2,76,122 દર્દીઓએ OPDમાં સારવાર લીધી, જ્યારે 78,270 દર્દીઓને IPDમાં દાખલ કરીને જરૂરી સારવાર આપવામાં આવી હતી. આ આંકડા દર્શાવે છે કે ટડાવ CHC આજે સમગ્ર વિસ્તાર માટે વિશ્વસનીય આરોગ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે.

કોરોના કાળમાં પણ અવિરત સેવા

કોરોના મહામારી દરમિયાન જ્યારે સમગ્ર દેશ આરોગ્ય સંકટનો સામનો કરી રહ્યો હતો, ત્યારે ટડાવ CHCની ટીમે પણ સતત સેવા આપી હતી. કોરોના દરમિયાન હોસ્પિટલમાં 32,543 દર્દીઓને સારવાર આપવામાં આવી, 9,008 દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી અને 386 સફળ નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી.

લોકોના વિશ્વાસનું કેન્દ્ર બન્યું ટડાવ CHC

28 ફેબ્રુઆરી, 2019ના રોજ ડો. જયદીપસિંહ રાજપુતે મેડિકલ ઓફિસર તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં સતત વધારો થયો છે. તેમની આગેવાનીમાં ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને આરોગ્ય કર્મચારીઓની ટીમે હજારો પરિવારોને સમયસર અને ગુણવત્તાસભર સારવાર આપી છે.

આજે ટડાવ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર માત્ર સારવાર આપતું હોસ્પિટલ નહીં, પરંતુ સમગ્ર વાવ-થરાદ વિસ્તાર માટે વિશ્વાસ, સેવા અને સમર્પણનું પ્રતિક બની ગયું છે.

TadavCHC

Home Page : Click Here

Instagram Page : Click Here

Leave a Comment