પશુપાલકો માટે ખુશીના સમાચાર, બનાસ ડેરી દ્વારા 18.04 ટકાનો ભાવ વધારો જાહેર – Banas Dairy

Banas Dairy: બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાની જીવાદોરી સમાન અને એશિયાની સૌથી મોટી સહકારી ડેરીઓમાં સ્થાન ધરાવતી બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે ભાવવધારો જાહેર કરવામાંં આવ્યો છે. બનાસ ડેરીના સંચાલન મંડળ દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત બાદ બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે. ખાસ કરીને હાલ પશુઓ માટે ઘાસચારો, દાણ અને અન્ય ખર્ચ વધ્યા હોવાથી દૂધના ભાવમાં થયેલો વધારો પશુપાલકો માટે રાહતરૂપ બની શકે છે. બનાસ ડેરીએ આ વર્ષે દૂધના ભાવમાં 18.04 ટકાનો વધારો જાહેર કર્યો છે.

આજે બનાસ ડેરીના દિયોદર પ્લાંટ ખાતે ડેરીની સાધરણ સભા યોજવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી તેમજ વિવિધ મહાનુભાવો હાજર રહ્યા હતા. આ બનાસ ડેરીની યોજાયેલ સાધારણ સભા દ્વારા પશુપાલકો માટે ભાવ વધારો જાહેર કરવામાંં આવ્યો છે. વર્ષ 2025-26માં બનાસ ડ્ડેરી દ્વારા સંઘનો ભાવફેર 2239.27 કરોડ અને મંડળીનો ભાવફેર 707.50 કરોડ એમ કુલ 2946.77 કરોડનો ભાવ ફેર ચુકવવામાં આવશે. આ રકમ સીધી પશુપાલકોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. દૂધના ભાવમાં થયેલા આ વધારાથી રોજ દૂધ ભરાવતા પશુપાલકોની આવકમાં વધારો થશે. પશુપાલનના ખર્ચ સામે વધેલી આવક તેમને આર્થિક રીતે થોડી રાહત આપશે.

બનાસ ડેરી(Banas Dairy) સાથે મોટી સંખ્યામાં પશુપાલકો જોડાયેલા છે. દૂધના ભાવમાં 18.04 ટકાના વધારાની જાહેરાતથી બનાસકાંઠા અને આસપાસના વિસ્તારના પશુપાલકોમાં ખુશીનો માહોલ છે. પશુપાલકો માટે દૂધ વેચાણ આવકનો મહત્વનો સ્ત્રોત છે. તેથી દૂધના ભાવમાં વધારો થવાથી તેમની રોજિંદી આવક પર સીધી અસર પડશે.

આ પણ વાચો: ખેલાડીઓ માટે સરકારી નોકરીની તક, આવકવેરા વિભાગમાં 10 અને 12 પાસ ઉપર ભરતી

પશુપાલન વ્યવસાયને મળશે પ્રોત્સાહન – Banas Dairy

દૂધના ભાવમાં વધારો થવાથી પશુપાલન સાથે જોડાયેલા પરિવારોને વધુ પ્રોત્સાહન મળશે. સાથે જ યુવાનો પણ પશુપાલનને માત્ર પરંપરાગત કામ નહીં પરંતુ આવકના સારા સાધન તરીકે જોતા થાય તેવી આશા છે. બનાસ ડેરીના આ નિર્ણયથી પશુપાલકોને આર્થિક ફાયદો મળે અને દૂધ ઉત્પાદન સાથે જોડાયેલા પરિવારોને વધુ મજબૂતી મળે તેવી અપેક્ષા છે.

વધુ વાચોં

Stay Connected

12,200FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img