BJP New Team: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને પાર્ટીની નવી ટીમની જાહેરાત કરી છે. નવી ટીમમાં અનુભવી નેતાઓની સાથે મહિલાઓ અને યુવા નેતાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આગામી ચૂંટણી અને સંગઠનને ધ્યાનમાં રાખીને ટીમમાં વિવિધ રાજ્યોનું પ્રતિનિધિત્વ જોવા મળી રહ્યું છે.
નવી ટીમમાં વસુંધરા રાજે સિંધિયા, તીરથ સિંહ રાવત, રામ માધવ, બૈજયંત જય પાંડા અને રેખા વર્માને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી આપવામાં આવી છે.
જ્યારે વિનોદ તાવડે, સ્મૃતિ ઈરાની, સતીશ પુનિયા, ગજેન્દ્ર પટેલ, હરીશ દ્વિવેદી અને સંજય ભાટિયાને રાષ્ટ્રીય મહાસચિવની જવાબદારી સોંપવામાં આવી છે. સંગઠન મહાસચિવ તરીકે બીએલ સંતોષ યથાવત રહેશે.
ગુજરાતમાંથી કોને સ્થાન મળ્યું? – BJP New Team
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમમાં ગુજરાતમાંથી પણ ગજેન્દ્ર પટેલને મહાસચિવ તરીકે સ્થાન મળ્યું છે. તેમના સમાવેશથી ગુજરાત ભાજપના સંગઠન માટે પણ આ મહત્વપૂર્ણ નિમણૂક માનવામાં આવી રહી છે.
યુવાનો અને મહિલાઓ પર પણ ફોકસ
BJP New Team: નવી ટીમ તૈયાર કરતી વખતે ભાજપે માત્ર અનુભવી નેતાઓને જ નહીં, પરંતુ યુવાનો અને મહિલાઓને પણ મહત્વ આપ્યું છે. સાથે જ અલગ-અલગ રાજ્યો અને સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને સંગઠનની નવી ટીમ તૈયાર કરવામાં આવી છે.ખાસ કરીને ઉત્તર પ્રદેશના અનેક નેતાઓને ટીમમાં સ્થાન મળ્યું છે. કારણ કે આગામી સમયમાં ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં યોજાનારી ચૂંટણી ભાજપ માટે મહત્વપૂર્ણ રહેવાની છે.
આ પણ વાંચો: SBI બેંકની જોરદાર સ્કીમ, દર મહિને 600 રુપિયા જમા કરાવો અને મળશે 1 લાખ રુપિયા, જાણો સંંપુર્ણ સ્કિમ વિશે
2027માં થશે મોટી કસોટી
નીતિન નબીનના નેતૃત્વ હેઠળ ભાજપની નવી ટીમ સામે આગામી સમયમાં અનેક પડકારો રહેશે. ખાસ કરીને 2027ની વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન પાર્ટીના સંગઠનની મોટી કસોટી થવાની છે.નવી ટીમમાં સ્મૃતિ ઈરાનીનો સમાવેશ પણ ખાસ ચર્ચામાં છે. તેમના સંગઠનમાં પુનરાગમનને ભાજપના આગામી રાજકીય આયોજન સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.

