Yoga competition: વાવ-થરાદ જિલ્લો બન્યા બાદ પ્રથમ વખત યોગ એસોસિએશન વાવ-થરાદ દ્વારા જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવાર, 9 ઓગસ્ટના રોજ થરાદના માર્કેટ યાર્ડ ખાતે આવેલા APMC હોલમાં આ સ્પર્ધા યોજાઈ હતી.
વાવ-થરાદમાં પ્રથમ જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા – Yoga competition
યોગા ફેડરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત યોજાયેલી આ સ્પર્ધામાં 8 વર્ષથી મોટી ઉંમરના બાળકો તેમજ 45 વર્ષથી ઉપરના મહિલા અને પુરુષો માટે અલગ-અલગ કુલ 11 કેટેગરીમાં સ્પર્ધા યોજાઈ હતી. વિવિધ કેટેગરીમાં ખેલાડીઓએ યોગાસન રજૂ કરીને પોતાની પ્રતિભા બતાવી હતી.
સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિજેતાઓને શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ખાસ વાત એ છે કે દરેક કેટેગરીના પ્રથમ ત્રણ વિજેતાઓ હવે 16 ઓગસ્ટના રોજ અંકલેશ્વર ખાતે યોજાનારી રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધામાં વાવ-થરાદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન વાવ-થરાદ જિલ્લા યોગ એસોસિએશનના પ્રમુખ ડૉ. રિતેશભાઈ પ્રજાપતિ અને મંત્રી દશરથભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: 2027ની મોટી ભવિષ્યવાણી, આ વર્ષે થશે આ 5 મોટી ઘટનાઓ? જાણો શું કહે છે જ્યોતિષીઓ
કાર્યક્રમમાં ટ્રસ્ટીગણમાંથી બીનિતાબેન પ્રજાપતિ, કિંજલબેન પીલીયાતર, નિકિતાબેન ઠક્કર, વીણાબેન ચૌધરી, નીતાબેન ઠાકોર અને નાનજીભાઈ માળી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નિર્ણાયક તરીકેની જવાબદારી સંભાળી સ્પર્ધાને સફળ બનાવવા મહત્વની ભૂમિકા ભજવી હતી.
મુખ્ય મહેમાન તરીકે સામાજિક અગ્રણી ડી.ડી. રાજપુતે હાજરી આપી વિજેતા ખેલાડીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. જિલ્લાની પ્રથમ યોગ સ્પર્ધામાં(Yoga competition) ખેલાડીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.


