લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી! 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી – Gujarat Rain Alert

Gujarat Rain Alert: વરસાદની રાહ જોતા ખેડૂતો માટે આખરે થોડી રાહતના સમાચાર આવ્યા છે. લાંબા વિરામ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ બન્યો છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ભારે ઝાપટાં પડતાં ખેતરોમાં સૂકાઈ રહેલા પાકને પાણી મળ્યું છે. પંચમહાલ, દાહોદ, અરવલ્લી, અમરેલી, નર્મદા, વલસાડ અને ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં પણ સારો વરસાદ પડે તેવી આશા બંધાઈ છે.

અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી – Gujarat Rain Alert

હાલની હવામાનની આગાહી પ્રમાણે ગુજરાતના પૂર્વ અને મધ્ય-દક્ષિણ ભાગના અનેક જિલ્લાઓમાં સૌથી ગંભીર ચેતવણી દેખાઈ રહી છે. તેમાં મુખ્યત્વે દાહોદ, પંચમહાલ તરફના વિસ્તાર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ તરફનો વિસ્તાર અને આસપાસના કેટલાક જિલ્લાઓને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે મધ્ય ગુજરાત તથા ઉત્તર-પૂર્વ ગુજરાતના ઘણા વિસ્તારો ને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે અહીં પણ હવામાન સક્રિય રહેવાની ચેતવણી છે. કચ્છ, સૌરાષ્ટ્રના મોટા ભાગ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોને યલો એલર્ટ આપવામાં આવ્યું છે એનો મતલબ કે અહીં પણ વરસાદ થવાની સંભાવના છે.

Gujarat Rain Alert

પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદ

પંચમહાલ જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. મોરવા હડફના મોરા પંથક તેમજ ઘોઘંબાના પૂર્વ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.
ઘોઘંબા વિસ્તારમાં કાળા વાદળો છવાયા બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. લાંબા સમય બાદ વરસાદ પડતાં ખેડૂતોના સૂકાઈ રહેલા પાકને રાહત મળી છે.

આ પણ વાંચો: વાવ-થરાદમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી, સરકાર પાસે મોટી માંગ

હવે આગામી દિવસોમાં શું?

લાંબા વિરામ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં ખેડૂતોની આશા ફરી જીવંત થઈ છે. ખાસ કરીને જ્યાં પાકને પાણીની તાતી જરૂરિયાત હતી ત્યાં પડેલો વરસાદ રાહતરૂપ બન્યો છે. હવે ખેડૂતોની નજર આગામી દિવસોમાં પડનારા વરસાદ પર છે. જો સારો વરસાદ ચાલુ રહે તો ખરીફ પાકને વધુ ફાયદો મળી શકે છે.

વધુ વાચોં

Stay Connected

12,200FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img