22.3 C
New York
Sunday, August 16, 2026

Buy now

spot_img
Home ગુજરાત ગુજરાતમાં 6 દિવસ વરસાદની આગાહી, 16 જિલાઓમાં યલો એલર્ટ જાહેર – Gujarat...

ગુજરાતમાં 6 દિવસ વરસાદની આગાહી, 16 જિલાઓમાં યલો એલર્ટ જાહેર – Gujarat Weather Forecast

0
70

Gujarat Weather Forecast: ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના 15 ઓગસ્ટના તાજા બુલેટિન મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. ખાસ કરીને 16 ઓગસ્ટે વાવ-થરાદ સહિત ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ સાથે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને ગાજવીજની શક્યતા દર્શાવવામાં આવી છે.

દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સરક્યુલેશન, 48 કલાકમાં બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર સહિત 6 સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે ગુજરાતમાં આગામી 21 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં 16 ઓગસ્ટના રોજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે.

ક્યાં વધુ વરસાદની શક્યતા છે? – Gujarat Weather Forecast

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 16 ઓગસ્ટે ઉત્તર ગુજરાતના વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બીજી તરફ, રાજ્યમાં આગામી 17 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. જેમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.

એક સાથે અનેક હવામાન સિસ્ટમ સક્રિય

હાલ દેશના વિવિધ ભાગોમાં ચોમાસાને સક્રિય રાખતી અનેક સિસ્ટમ જોવા મળી રહી છે. હવામાન વિભાગના (IMD) જણાવ્યા મુજબ દક્ષિણ-પૂર્વ ઝારખંડ પાસે લો-પ્રેશર, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પાસે અપર-એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પાસે વધુ એક અપર-એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. – Gujarat Weather Forecast

આ ઉપરાંત, આ સિસ્ટમના પ્રભાવ હેઠળ આગામી 48 કલાકમાં ઉત્તર બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર બનવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આ પણ વાચોં: 15 ઓગસ્ટે CM ભૂપેન્દ્ર પટેલની 4 મોટી જાહેરાતો!, જાણો કોને કોને થશે લાભ

ખેડૂતો માટે શું મહત્વનું?

Gujarat Weather Forecast: આગામી દિવસોમાં વરસાદની શક્યતાને જોતા ખેડૂતો માટે સ્થાનિક હવામાન પર નજર રાખવી જરૂરી છે. ખાસ કરીને પાકમાં પાણી ભરાવાની શક્યતા હોય તો યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવી અને વીજળી-ગાજવીજ દરમિયાન ખુલ્લા ખેતરમાં કે ઝાડ નીચે ઊભા રહેવાનું ટાળવું વધુ સુરક્ષિત રહેશે.

નોંધ: વરસાદની આગાહી હવામાનની સ્થિતિ પ્રમાણે બદલાઈ શકે છે. ઉપરની માહિતી 15 ઓગસ્ટ 2026ના હવામાન વિભાગ IMD અમદાવાદના સત્તાવાર બુલેટિન પર આધારિત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here